
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
આજરોજ તારીખ 16/08/2022 ના રોજ શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી, ઉમરવાવદૂર ખાતે યુવા PI શ્રી કિરણભાઈ પાડવી(વાંસદા) ના અધ્યક્ષપદે માર્ગદર્શન સેમીનાર યોજાયો:
તાપી: ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર આજુબાજુના ગામનાં વિદ્યાર્થીઓને એક્ષટરનલ / સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તૈયારીને અનુરૂપ માર્ગદર્શન સાથે કાયદા, કાનુન તથા સામાજિક ક્ષેત્રે જાગૃત બને એ માટે પ્રશ્નોત્તરી સાથે યુવાવર્ગને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉમરવાવદૂર સ્થિત લાયબ્રેરી હોલમાં મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થી-યુવા વાચકોએ બે કલાકથી વધુ સેમિનારને માણ્યો હતો. સેમીનારની શરૂઆતમાં PI શ્રી કિરણભાઈ પાડવીનું સ્વાગત લાયબ્રેરીના સંયોજક જતિન ચૌધરીના હસ્તે પુસ્તક અર્પણથી કરાયું હતું. સાથે લાયબ્રેરીએ આવી નિયમિત તૈયારી કરી હાલે LRDના મેરિટમાં સ્થાન પામેલ એવા અમિત ચૌધરીના હસ્તે શ્રી કિરણભાઈ પાડવીને સાલ અર્પણ કરી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સેમિનારની આભારવિધિ જતિન ચૌધરીએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયબ્રેરી સંયોજક રોશન ચૌધરીએ કર્યું હતું. અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી, ઉમરવાવદૂર ખાતે વરસાદી માહોલ વચ્ચે જ્ઞાનયજ્ઞ રૂપ કાર્યક્રમ સરસ રીતે યોજાયો તથા સ્થાનિક, ડોલવણ, ગડત લાયબ્રેરીના યુવાનો સાથે આસપાસના ગામનાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા જે ભવિષ્યમાં ચોક્કસ નૂતનદિશારૂપ અને માર્ગદર્શનરૂપ બની રહેશે એવી આશા વ્યક્ત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો લાયબ્રેરી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.