
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
આદિવાસી મહિલાએ સમગ્ર વિશ્વ પટલમાં ડંકો વગાડ્યો!
હાથાકુંડી ગામની આદિવાસી મહીલાએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ;
પ્રથમવાર ભારત દેશ અને ગુજરાતની સ્ત્રીઓ માટે પ્રેરણા પૂરી પાડી ગુજરાતની પ્રથમ મહિલા પર્વતારોહક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી;
નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની આદિવાસી મહીલાએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ છે. તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહીલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે. ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાં થી સજ્જ થઇ તિરંગો લેહરાવ્યો હતો.
ડૉ.બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મદિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે બંધારણની યાદ માં ડૉ.આંબેડકરનું ભારત નામનું પુસ્તક પણ પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.
તાંઝાનિયા દેશમાં, માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત આવેલો છે. ઊંચાઇ ની દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ નેત્રંગ તાલુકાના થાકુંડી ગામની આદિવાસી મહીલાએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ છે.
તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહીલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે. ભારત દેશના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આણ્વિાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઇ તિરંગો લેહરાવ્યો હતો. ડો. બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ. આંબેડકર નું ભારત નામનું પુસ્તક પણ પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.
તાંઝાનિયા દેશમાં, માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત આવેલો છે. ઊંચાઇ ની દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી-સ્ટેન્ડિંગ પર્વતમાળા છે. જે લગભગ 5,895 મીટર (19,340 ફૂટ) છે. કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહીલા સીમાબહેન દિલીપ ભગતે અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.
35 વર્ષિય ભગત સીમા બહેન દિલીપ મૂળ નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના વતની છે. જેઓ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા મોવી ખાતે પ્રવાસી શિક્ષકા તરીકે ફરજ પણ બજાવે છે. માતા રમીલા દિલીપ ભગતે હિંમત આપી જુસ્સો વધાર્યો હતો. જ્યાં પિતાની લાડકી દીકરીએ એક્સ્ટ્રાઓડીનરી કામ કરી નવા રસ્તાનું નિર્માણ કરવું એને જીવનનો મંત્ર બનાવી વિઝન બનાવી દીધું હતું.
પ્રથમવાર ભારત દેશ અને ગુજરાતની સ્ત્રીઓ માટે પ્રેરણા પૂરી પાડી ગુજરાતની પ્રથમ મહિલા પર્વતારોહક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ કીર્તિમાન સ્થાપિત કરવામાં મહારાષ્ટ્રના એવરેસ્ટવીર આનંદ બનસોડે સાહેબની સંસ્થા 360 ડિગ્રી એક્સપ્લોરરનું અમૂલ્ય યોગદાન રહેલું છે.