
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
જિલ્લાનાં વડા મથક આહવા નગર ખાતે અહીના વેપારીઓ દ્વારા ૭રમાં પ્રજાસત્તાક દિન ની ઉજવણી ગ્રામજનો અને વેપારીઓની ઉપસ્થિતિ માં રંગેચંગે ઉજવણી:
સમગ્ર વિશ્વમાં કોરોના કહેર એ માનવ અસ્તિત્વ ઉપર આતંક મચાવ્યો હતો ત્યારે માનવ જીવન અને સરકાર પણ હચમચી જવા પામી હતી એ કપરો કાળ સમાન અને સરકાર અને લોકો એ ધૈર્ય અને સમજ બુઝ થી કોરોનાને માત આપી છે એ ખરેખર પ્રશન્સનિય ને પાત્ર છે, જ્યાં ગુજરાત ના છેવાડે આવેલ ડાંગ જિલ્લો કે જે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર અને જંગલો થી ઘેરાયેલો છે જ્યાં ની વસ્તી આદિવાસીઓની અને અત્યંત ગરીબ લોકો અહી વસે છે, અહી ના લોકો રોજી રોટી માટે કાળી મજૂરી કરવા બહાર ગામ જતા હોય છે અને એવા જ ડાંગ જિલ્લાના કોટબા ગામના ખેડૂત ગંગારામભાઈ પાલવા કે જેઓ એ પોતાના ખેતર માં પકવેલ અનાજ આ કોરોના કાળ દરમ્યાન પોતાના ગામના અત્યંત ગરીબીની રેખા માં જીવતા અને રોજ કમાઈ ને રોજ ખાનાર મજૂર વર્ગ ને માટે અનાજ નું દાન કર્યું હતું, અને આ જ જગત ના તાત ગંગારામ ભાઈ ને આહવા નગર ના વેપારી ઓ દ્વારા ભારત દેશ ના ૭૨માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાલ આપી આ ખરા અર્થમાં ડાંગ કોરોના વોરિયર્સ ને સન્માનિત કરવામાં આવ્યા હતાં, અને મહત્વની વાત કે દર વર્ષે આહવા નગરના સમગ્ર વેપારીઓ એકત્રિત થઈ ૨૬મી જાન્યુઆરી ૧૫મી ઓગસ્ટ જેવા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી પવાર કોમલેક્સ ખાતે ખુબજ હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરતા હોય છે. આ વર્ષે પણ કોવીડ-૧૯ની ગાઈડલાઈન્સ ધ્યાનમાં રાખી સમગ્ર હર્ષ ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.