
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લામાં કોરોનાની મહામારીમાં પ્રજાને ઘર આંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે નવા બે સંજીવની રથનો પ્રારંભ કરાયો હતો,
જિલ્લા કલેકટર એચ.કે.વઢવણિય સહિત ઉચ્ચ અધિકારીઓએ જીલ્લા સેવા સદનથી આરોગ્ય સેવાનાં ભાગરૂપે બંને રથને પ્રસ્થાન કરાવ્યું:
સમગ્ર તાપી જીલ્લામાં હવે થી 19 સંજીવની રથ કાર્યરત રહશે,
વ્યારા-તાપી: નોવેલ કોરોના વાયરસ ( કોવિડ- ૧૯) વૈશ્વિક મહામારીમાં પ્રજાની સુવિધા માટે જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાને આરોગ્યની પ્રાથમિક સેવાઓ ઘર આંગણે મળી રહે તેવા શુભ આશય સાથે સંજીવની રથ કાર્યરત છે. સંજીવની રથ દ્ધારા શહરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના જે દર્દીઓ હોમ આઇશોલેશન થયેલ છે તેમની રોજે રોજની તપાસ, કોરોનાનો ટેસ્ટ અને જરૂર જણાયે દવા આપવાની સેવા પરુી પાડીને આરોગ્યની સેવા પરુી પાડીને કોરોનાના કેસો ઘટાડવા તેમજ મૃત્યુ દર ઘટાડવા મદદરૂપ નીવડી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકા માટે એક એક આમ બે સંજીવની રથનો શુભારંભ આજરોજ જિલ્લા સેવાસદનથી કલેકટર શ્રી.એચ.કે વઢવાણિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે વળવી, અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
અત્રે નોંધણીય છે કે, એક આયુષ તબીબ અને પેરામેડિક સ્ટાફથી સજ્જ સંજીવની રથ દૈનિક ધોરણે હોમ-આઈસોલેટ કોવિડ- ૧૯ ગ્રસ્ત દર્દીઓ તેમજ તેઓના હાઈરીસ્ક કોન્ટેક્ટની તપાસ, સ્થળ પર સારવાર, જરૂરી સલાહ-સુચન અને જરૂર જણાયે સમયસર હાયર સેન્ટરો ખાતે રીફર કરવા જેવી કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં કૂલ-૧૭ અને આજે પ્રારંભ કરેલ નવા બે મળી કુલ-૧૯ ધનવંતરી આરોગ્ય રથ દ્વારા વિવિધ પોઝીટીવ કેસ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી સ્ક્રીનીંગ, ટેસ્ટીંગ તથા સારવારની કામગીરી કરવામાં આવી રહી છે.