
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદાના નિર્માણ રોડથી સ્મશાન ભૂમિ થી લઈને હનુમાનબારી સ્ટેટ હાઈવેને જોડતો જીવાદોરી સમાન રસ્તો અંત્યંત કફોડી હાલત માં ચંદ્રની ભૂમિને પણ લજવાવે એટલો બિસ્માર.
વાંસદા પંથકમાં હાલ ઉભી થયેલી મોટી અને રમુજી સમસ્યા… રસ્તામાં ખાડો કે ખાડામાં વાંસદા..?
પ્રધાનમંત્રી સડક યોજનાનું નવીનીકરણ કરવાની માંગ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ દેસાઈ દ્વારા કરવામાં આવી છે,
વાંસદા તાલુકાના અંતરિયાળ માર્ગો બિસ્માર હાલતમાં આવી પડ્યા છે, અહિયાં થી પસાર થવું એટલે જાણે તમે ૧૮મી સદીમાં જીવન જીવતા હોય તવો અહેશાસ થશે! હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે વાંસદા નગરમા અને વાંસદા નગરના નિર્માણ રોડથી સ્મશાન ભૂમિ થઈ હનુમાનબારી સ્ટેટ હાઈવેને જોડતો રોડ હાલ એટલો બધો બીસ્માર અને ખખડ ધજ થી ગયો છે કે માર્ગ હવે માથાનો દુઃખાવો સમાન થઇ પડ્યો છે, વાંસદા ના લોકો દ્વારા તંત્રને વારંવાર બીસ્માર અને ખખડ ધજ રસ્તા બાબતે રજુઆત કરવા છતા તંત્રએ આંખ આડા કાન કરતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે, આ રસ્તો બિસ્માર અવસ્થામાં જ હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે વાંસદા નગરના જીવાદોરી સમાન નિર્માણરોડ થોડા જ વરસાદમાં તો બિસ્માર હાલતમાં આવી ગયો છે, બીજી તરફ લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે કે રસ્તો બનાવવા માટે લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ હવે રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે પંચાયત ખાલી વિકાસના બમણા ફૂંકવામાં વ્યસ્ત છે, ત્યારે ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે,
બીજી તરફ નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી દ્વારા રોડ પરના ખાડાઓના ફોટોગ્રાફ્સ મંગાવવામાં આવી રહ્યા છે આમ જનતા સમજી નથી સકતી કે નેતાઓ રોડ પર નથી હરતા ફરતા તેઓ વિમાનમાં જ મુસાફરી કરે છે, લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે વાંસદાનું તંત્ર ઠોસ ઉકેલ લાવવામાં કોઈપણ કામ કરતું નથી જો તંત્ર જરાપણ તસ્દી લે તો લોકોને રાહત નો અનુભવ થશેઃ શું આને જ વિકાસ કહેવાય? હાલતો આ માર્ગને વહેલી તકે નવીનીકરણ હાથ ધરવામાં ન આવે તો વાંસદા નગર આ વિસ્તારના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.