
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાનાં આદિવાસી સેવા ટ્રસ્ટ હોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો;
તારીખ ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન સન્માન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી, જેમાં ડૉ.સર્વ પલ્લી રાધાકૃષ્ણ ની તસ્વીરને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું હતું.
આમંત્રિત મહેમાનોનો પરિચય કરવામાં આવ્યો, તેમજ શિક્ષણ પર ખાસ બાબતો ની વિશેષ ચર્ચા કરવામાં આવી, જેમાં ઓનલાઈન તથા ઓફલાઇન કાર્ય કેવી રીતે કરવું, શિક્ષકો ને બાળકોમાં વાંચન શોખ વધારવા શુ કરવું,
વાલી જાગૃતિ માટે શું કરવું, વાલીઓ શિક્ષકો માટે આવનાર દિવસોમાં શૈક્ષણિક સેમિનારો યોજવા, બાળકોને શૈક્ષણિક કારકિર્દી માં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે શું પ્રવૃત્તિઓ કરવી, આ તમામ બાબતો ની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઋત્વિક જોશી, ધવલભાઈ દેસાઈ નવસારી, કાર્યક્રમ ના આયોજક મહિલા અગ્રણી જેરમાબેન એસ.વસાવા, નટવરભાઈ પ્રા.શા.નિવાલદા, સુકલાલભાઈ પ્રા.શા. પરસીટેકરા, વિજયભાઈ પ્રા.શા. કાબરીપઠાર, સંદીપભાઈ પ્રા.શા.ખોખરાઉમર, ટવરસિંગભાઈ, વજેસિંગભાઈ પ્રા.શા.બેસણા, નિલેશભાઈ પ્રા.શા.ખુળદી, ગીરીશભાઈ પ્રા. શા. ચીકદા, પ્રકાશભાઈ પ્રા. શા. નિવાલદા, મીનાક્ષીબેન એ.એન.બારોટ વિદ્યાલય, હસમુખભાઈ, અમરસિંગભાઈ પ્રા.શા. નિવાલદા, જાગૃતિબેન ,અંકિતભાઈ તમામ તાલુકાના ગુરૂજનો ઉપસ્થિત રહ્યા હતા.