દક્ષિણ ગુજરાત

ડાંગમા ઉજવાયો “પોલીયો રવિવાર” પ્રથમ દિવસે ૨૬ હજાર ૫૬૫ બાળકોને પોલીયો રસી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

દેશ અને ગુજરાત સહીત ડાંગ જીલ્લામા ઉજવવામાં આવ્યો “પોલીયો રવિવાર” પ્રથમ દિવસે ૨૬ હજાર ૫૬૫ બાળકોને પોલીયો રસી પીવડાવવામાં આવી હતી;

આહવાની સિવિલ હોસ્પિટલ ખાતેથી નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે રસીકરણનો કરાવ્યો શુભારંભ:

(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૧; પોલીયોને દેશવટો આપવાના આશય સાથે રાષ્ટ્ર સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ તા.૩૧મી જાન્યુઆરીએ “પોલીયો રવિવાર”ની ઉજવણી કરવામા આવી હતી.

ડાંગ જિલ્લામા “પોલીયો રવિવાર”ની ઉજવણી અંતર્ગત વહેલી સવારે ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે આહવાની સિવિલ હોસ્પીટલમા લાભાર્થી બાળકને પોલીયો રસીના બે ટીપા પીવડાવી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ સહીત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત, સિવિલ સર્જનશ્રી ડો.રશ્મીકાંત કોકણી, પીમ્પરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ તથા તેમની ટીમ સહીત આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પીટલના કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વઘઈ તાલુકાના ૩, અને સુબીર તાલુકાના ૩ મળી કુલ ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સર્વે આધારિત નોંધાયેલા અંદાજીત ૩૧ હજાર ૧૮૭ જેટલા ૦ થી ૫ વર્ષની વયજૂથ ધરાવતા બાળકો સહીત નવા જન્મતા બાળકો (અંદાજીત ૧૨ ટકા) મળી કુલ ૩૬ હજાર ૭૯૯ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાનો લક્ષ નિર્ધાર કરવામા આવ્યો છે. જેમના માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૧૯ જેટલા પોલીયો બુથ ઉભા કરવા સાથે ૪૯ જેટલા ટ્રાન્ઝીટ પોઈન્ટ્સ પણ કાર્યરત કરવામા આવ્યા હતા.

દેશવ્યાપી હાથ ધરાયેલી આ રાષ્ટ્રીય કામગીરી માટે ૧૦ મોબાઈલ ટીમ સહીત ૪૯૭ જેટલી ટીમોનુ ગઠન કરીને ચુનંદા કર્મયોગીઓને આ કામગીરીમા જોતરવામા આવ્યા હતા. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ ઉપરાંત ૬૨ સુપરવાઈઝરો, ૧૦૬૬ આરોગ્યકર્મીઓ, અને ૭૨ જેટલા વાહનોની સેવા લેવામા આવી હતી.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સાપુતારા, ગાઢવી, ગલકુંડ, અને પીમ્પરી ઉપરાંત વઘઈ તાલુકાના કાલિબેલ, ઝાવડા, અને સાકરપાતળ તથા સુબીર તાલુકાના શિંગાણા, ગારખડી અને પીપલદહાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કાર્યવિસ્તારમા સમાવિસ્ટ જિલ્લાના કુલ ૩૧૧ ગામોના ૫૨ હજાર ૧૧૯ ઘરોમા નોંધાયેલા ૦ થી ૫ વર્ષની વયજૂથના લક્ષિત બાળકો પૈકી પ્રથમ દિવસે ૨૬ હજાર ૫૬૫ બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવવા સાથે ૨ હજાર ૩૩૪ બાળકોને જુદા જુદા ટ્રાન્ઝીટ પોઈન્ટ્સ ઉપર આંતરીને પોલીયો પીવડાવવામા આરોગ્ય વિભાગને સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીયો રસીકરણની આ કામગીરી ત્રણ દિવસ સુધી હાથ ધરનાર છે. દરમિયાન એક પણ બાળક પોલીયોના ટીપા પીવાથી વંચિત ન રહી જાય તેની તકેદારી આરોગ્ય વિભાગ રાખી રહ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है