
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડાના પાનસર ગામની છાણાની હોળી પ્રખ્યાત છે,આ અનોખી હોળી એટલા માટે જ કે પર્યાવરણની જાળવણી ને લઈ હોળી દહનમાં એક પણ વૃક્ષ કાપવામાં આવતું નથી: લાકડાનો ઉપયોગ થતો નથી:
* પાનસર ની હોળી અને ધુળેટી ઉજવાય છે ક્યારે અને કેવી રીતે?
વિક્રમ સંવત મહિના અનુસાર ફાગણ સુદ ચૌદસના દિવસે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. જેમ દેડીયાપાડાનાં પાનસરનાં લોકો રંગીલા મિજાજના છે તેમ એમની હોળી-ધુળેટી પણ રંગીલી છે.
દેડિયાપાડાના પાનસર ગામની છાણાની હોળી પ્રખ્યાત છે, અહીંયા પર્યાવરણની જાળવણી ને લઈ એક પણ વૃક્ષ કાપવામાં આવતું નથી.
દેડિયાપાડા તાલુકાના પાનસર ગામની હોળી અનોખા પ્રકારની છે. પાનસર ગામના સામાજિક કાર્યકર મૂળજીભાઈ વસાવાએ હોળી બાબતે જણાવ્યું હતું કે અમારા ગામની હોળી પૌરાણિક સમયથી ગાય, ભેંસના છાણ માંથી જે છાણાં હોય છે, તેની હોળી બનાવવામાં આવે છે.
* હોળીની ઉજવણી:
આ દિવસે સાંજના સમયે પ્રત્યેક શેરીઓ કે રસ્તા પર છાણા વગેરેને યોગ્ય રીતે ગોઠવીને તેને વિધિ પૂર્વક પ્રગટાવામાં આવે છે. ત્યારબાદ દરેક લોકો તેની પાસે દીવો-અગરબત્તી પ્રગટાવી, ધાણી-ચણા,ખજૂર,ગુલાલ અને નારિયેળ વડે તેની પૂજા કરે છે. અને તેની ફરતે પાણીનો અભિષેક કરતાં હોળીની પ્રદક્ષિણા કરે છે.
હોળીના દિવસે દરેક ઘરેથી ટોપલા ભરીને સુક્કા છાણાં હોળીમાં નાખવામાં આવે છે. એક પણ વૃક્ષ કાપીને હોળીમાં નાખવામાં આવતું નથી. પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે. હોળી સમયે વૃક્ષો બચાવવામાં આવે છે. દર વર્ષે આ રીતે છાણાંથી હોળી ઉજવવાની પરંપરા છે.