
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પાંચપીપરી ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા શ્રી.ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની 133મી જન્મ જયંતી ઉજવણી નિમિતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો;
અર્પણ આદિવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સાગબારાના પાંચપીપરી ગામ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ નું કરાયું આયોજન;
આજ રોજ 5 મી સપ્ટેમ્બર એટલે કે ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન એવા શ્રી.ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની 133મી જન્મ જયંતીનાં ઉજવણી નિમિતે આજે અર્પણ આદિવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ ,પાંચપીપરી દ્વારા સાગબારાના પાંચપીપરી ગામ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાંચપીપરી ગામના નવયુવાન મિત્રો, વડીલો અને સમસ્ત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પીપળો, તુલસી, બદામ, સરગવો, જામફળ, ગુલમોહર, વડ વગેરે જેવા વૃક્ષોનાં રોપા રોપી યુવાનો અને ગ્રામજનો નાં સાથ સહકાર થી પાંચપીપરી ગામ ખાતે આવેલ સબસેન્ટર , આંગણવાડી, કેન્દ્ર, પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત ઓફિસનાં પટાંગણમાં તેમજ આજુબાજુ ની જ્ગ્યામાં વૃક્ષો રોપી ને આજની યુવા પેઢી ને ઉજાગર કરવા માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.