
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જન વસાવા
ગારદા થી મોટા જાંબુડા રોડ નું ધારાસભ્ય મહેશભાઈ વસાવા ના હસ્તે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,
નર્મદા: ડેડીયાપાડા નાં ગારદા થી મોટા જાંબુડા ને જોડતા 1.50 કી.મી.નાં રોડનું રૂપિયા 75 લાખનું ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશભાઇ વસાવા નાં હસ્તે ખાતમુહૂર્ત કરાયુ હતું.
ડેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ને જોડતો રોડ જેની લંબાઈ 1.50 કી.મી. ની છે, જે રૂપિયા 75 લાખના ખર્ચે બનશે. જેનું આજ રોજ તા.22,ઓકટોબર,2022નાં રોજ ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઇ વસાવા એ ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, તેમજ BTP નર્મદા જિલ્લા પ્રમુખ બહાદુરભાઈ વસાવા, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ વસાવા,સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.