
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો,
વ્યારા-તાપી: ” આઝાદી કા અમૃત મહોત્સવ” સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજય ભરમાં ખેલ મહાકુંભ -૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કે.બી. પટેલ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ ખાતેથી જિલ્લા કક્ષાના બેડમિન્ટન સ્પર્ધાઓનો શુભારંભ વ્યારા નગર પાલિકા પ્રમુખ સેજલ રાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા, ર.ફ.દાબુ કેળવણી મંડળના મંત્રી મહેશ શાહ, સંગઠન મહામંત્રી વિક્રમ તરસાડીયા, ઉપપ્રમુખ સુધિર ચૌહાણ, તાપી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતીના રુચિર દેસાઇ, ખુ.મા.ગાંધી પ્ર.શાળાના આચાર્ય સેજલબેન શાહ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.