
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ના શતાબ્દી વર્ષ ઉજવણી મહોત્સવ સમારોહ માનનીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણમંત્રી ગુજરાત રાજયના ઉપસ્થિતિમાં યોજાયો.
અત્યારે ઉલ્લેખનીય આજ રોજ વાંસદા શ્રી પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી વર્ષ ઉજવણી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રસંગે શતાબ્દી સૌરભ, અંક વિમોચન તથાં શતાબ્દી વર્ષ પૂર્ણહૂતિ સમારોહ માનનીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રી ગુજરાત રાજયની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ભૂતકાળના અંગ્રેજોનાં અને વાંસદા તાલુકાનાં મહારાજા રજવાડાના સમય થી ચાલતી આવેલ શ્રી પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી પૂર્ણહૂતિ સમારોહ દરમ્યાન અનેક મહાનુભાવો એ હાઈસ્કૂલની પ્રશંસા કરી હતી. આ શતાબ્દી વર્ષ માં આ શિક્ષણનું પ્રમાણ મેળવીને કેટલા વિદ્યાર્થીઓએ સફળતા ના શિખરો પાર કરેલ છે. આ સમયે ઘણા વીર ભામાશા ઓએ અને વિરાજમાન મહાનુભાવો એ ખુબ પ્રોત્સાહીત અને સંવેદનશીલથી મોટી લાખોમાં દાનની ઘોષણા કરી હતી. ભૂતકાળના વિદ્યાર્થી ઓ આ વતન છોડી ગમે જયાં વિદેશમાં પણ હોય પરંતુ હાલમાં આ શતાબ્દી વર્ષ ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ ને ખુબ ખુબ લાગણીશીલ થી તેઓ અહીં હાજરી આપી છે, અને વતનથી દુર રહી ને પણ પ્રોત્સાહન કરેલ છે.
માનનીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ મંત્રી ગુજરાત રાજયના સંબોધનમાં જણાવ્યું હતું કે આ મંકર સંક્રાન્તિના તહેવાર નિમિત્તે મને અહીં શતાબ્દી વર્ષ ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ માં આમંત્રણ આપવા બદલ દિલથી અભિનંદન પાઠવું છુ. કોરોના મહામારી નો અંત કયારે આવશે? તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, હાલ વેકસીન આવી ગઈ છે, અને ભારત દેશ નો પહેલો નંબર છે,લોકડાઉન માં આપણા રાજ્યનો પરિવાર વિદ્યાર્થીનું શિક્ષણ ઓનલાઈન શરૂ કરાયું હતું. હવે શાળાઓ શરૂ થઈ છે,અને કોરોના નો અંત પણ આવશે.
આ કાર્યક્રમ માં મહેમાનો વાંસદા મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી, પ્રયોશા પ્રતિષ્ઠાન પી.પી.સ્વામી ડાંગ, ઉદ્યોગપતિ સુરતના વીરેન્દ્ર મજમુદાર,સચિન હવેલીના હેમંતસિંહ વાસિયા, એડવોકેટ અને સામાજિક અગ્રણી મદનસિંહ અટોદરિયા, સુરતના કપિલરામ પુરોહિત, ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,જિલ્લાના પ્રમુખ અમિતાબેન વગેરે હાજર રહ્યા હતા.
Viagra