
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, તાપી
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોની કોઈ માહિતી આરોગ્ય અધિકારી પાસે નથી..!!
તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાનગી દવાખાના અને ક્લિનિકની માહિતી રાખવી જરૂરી છે કે નહિ..?
તાપી જિલ્લામાં સરકારી હોસ્પિટલને બાદ કરતા તાપીના વ્યારા તાલુકામાં ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક ચલાવતા ડોક્ટરો, દવાખાના તેમજ ક્લિનિકની માહિતી (આર.ટી.આઈ ) માહિતી અધિકાર અધિનિયમ- ૨૦૦૫ મુજબ એક અરજદાર દ્વારા માહિતી માંગવામાં આવી હતી પરંતુ તાપી જિલ્લા આરોગ્ય અધિકારી પાસે ફકત વ્યારા તાલુકામાં ચાલતા દવાખાના ક્લિનિકની કોઈ જ માહિતી નહી હોય, જે માટે માહિતી માંગી હતી તે “લાગુ પડતી નથી”, અને “ના” જેવો જવાબમાં લખી આપતા ખુલાસો થયો છે.
તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઓફિસ બહાર માહિતી અધિનિયમ અન્યવે કે પછી કામોના અર્થે અનેક બોર્ડ શુદ્ધા મુકવાની તસ્દી લેવાતી નથી.. શા માટે જીલ્લાનું આરોગ્ય વિભાગ કોઈ જવાબ દેહી થી ભાગતું દેખાય રહયું છે?
તાપી જિલ્લામાં તાપી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જુના-નવા મોબાઇલ વેચતા દુકાનદારોને રજીસ્ટ્રર નિભાવવાનું હોય છે. અને ભાડે મકાન આપતા મકાનમાં રહેતા ભાડુઆતની માહિતી, તેમજ બહારથી આવેલ મજુરોની માહિતી પણ પોલીસ સ્ટેશન અથવા મામલતદારની દફતરે નૌધણી કરવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવે છે ત્યારે માનવીના જીવનના સ્વસ્થ માટેની ક્લિનિક કે દવાખાનની નોંધણી કેમ રાખવામાં આવતી નથી? તેવાં સામાન્ય જન માણસ માં સવાલો ઉભા થાય એ વ્યાજબી છે.
ખરેખર તો તાપી જીલ્લામાં આ ખાનગી દવાખાના કે ક્લિનિકની કોઈ તપાસ કરવામાં આવતી નથી, અને જિલ્લા વિભાગ દ્વારા સતર્કતા દેખરેખ રાખતી નથી જેને લઈને તાપી જિલ્લામાં ઉડાણના ગામડાઓમાં જીલ્લામાં બોગસ ડોક્ટરો પકડાવાની અવર નવર ઘટના બને છે. અને દવાખાનાઓ બંધ કરી દેવાય છે , સમાજમાં ત્યારે સાચી ડિગ્રી ધરાવનાર અને આરોગ્ય વિષયક સેવા બાજવનાર ડોક્ટર મિત્રોની ફજેતી થાય છે.
અત્રે આ બાબતે તાપી જિલ્લા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બને તો બોગસ ડોક્ટર જીલ્લામાં ફરતા પણ અટકે તેમ છે.. હવે તો આ સમગ્ર બાબતે કોઈ મોટા માથાની સંડોવણી અથવા કોઈના મેળા પીપણા બહાર આવે તો નવાઈ નહિ.
(જિલ્લા આરોગ્ય વિભાગ તાપી ના વધુ ખુલાશાઓ આવતાં લેખ માં વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..)