
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
કોરોના કહેર વચ્ચે જીવન જીવવું મુશ્કેલ થઇ પડ્યું છે તે વચ્ચે મિલ કામદાર સાથે કંપનીએ કર્યો દગો: પગાર આપવા બાબતે થયો અન્યાય આખરે માનવ અધિકાર ટીમ આવી વ્હારે.. અને અપાવ્યો ન્યાય;
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પલસાણા સ્થિત એક મિલના કામદારને ન્યાય અપાવવાનું કાર્ય ચર્ચામાં આવ્યું છે,
સુરત: મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ગુજરાત રાજ્ય બોર્ડના પ્રમુખશ્રી માળી દેવેન્દ્ર (દેવાભાઈ) ઓફીસ કડોદરા ખાતે ગત મહિનામાં આવેલ ફરિયાદ મુજબ શ્રી. બસંત કુમાર દેવા યાદવ રેહ, ક્રિષ્નાનગર કડોદરા, સુરત નાઓ દ્વારા મદદ માટે અરજ કરેલ સદર કામ બાબતે જવાબદાર પલસાણા સ્થિત એક કંપનીમાં જઈ જાત તપાસ કરતાં ફરિયાદી કામદાર સાથે અન્યાય થવાનું અમારા અધિકારીને માલુમ પડેલ હતું, કંપનીના મેનેજર સાથે વાત વિમર્શ કરીને ફરિયાદીનો નીકળતો એપ્રિલ મહિનાનો બાકી પગાર રોકડમાં ચૂકવી આપેલ અને અત્યારે કોઈ લેણું બાકી નીકળતું નથી એવું કંપનીને બાહેદારી લખી આપી હતી. અને આખરે બાકી નીકળતો પગાર અરજદાર ને મળી જતાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગની સમગ્ર ટીમની આભાર માન્યો હતો.