
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડાનાં બંટાવાડી ગામે બળદ પર વીજળી પડતા મોત:
બે દિવસ પહેલા દેડિયાપાડા તાલુકામાં ગાય, ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું
સર્જન વસાવા, દેડીયાપાડા: નર્મદા જિલ્લામાં હાલ ચોમાસાનું આગમન થયું છે અને કેટલાક તાલુકામાં બે દિવસથી ગાજ વીજ સાથે વરસાદ પડી રહ્યો હોય જેમાં વીજળી પડવાથી એક બાદ એક મૂંગા પશુઓના મોતની ઘટના બની રહી છે. બે દિવસ પહેલા ડેડીયાપાડા તાલુકાના ઝાડોલી ગામની સીમમાં વીજળી પડવાથી એક ગાય અને એક ભેંસના મોતની ઘટના બની હતી. ત્યારબાદ ગતરોજ દેડિયાપાડા તાલુકાના જ બંટાવાડી ગામમાં વીજળી પડતા બળદનું સ્થળ પર મોત થયું છે.
મળતી માહિતી અનુસાર પાંચીયાભાઇ હાંદિયાભાઇ વસાવા, રહે. બંટાવાડી ટેમરીફળીયુ તા.દેડીયાપાડા નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેઓ પોતાના ખેતરે તેમના ઢોરો ચરાવતા હતા અને તે વખતે સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક ગાજ વીજ સાથે વરસાદી વાવાઝોડુ આવતા તેઓ તેમના ખેતરમાં આવેલ સાગના ઝાડ પાસે સંતાઇ ગયા હતા અને તેમના ઢોરો ખેતર પાસે આવેલ ખુલ્લી જગ્યામા ઘાંસ ચારામા ચરતા હતા ત્યારે જ અચાનક એક કાળા બળદ ઉં.વ.આ.૦૯ ઉપર આકાશી વિજળી પડતા તેમનું કાળા કલરનો બળદ સ્થળ ઉપર મોતને ભેટ્યા હતો.