
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, દ.ગુજરાત બ્યુરોચીફ સર્જનકુમાર
પ્રાથમિક શાળા સામપૂરા ખાતે પ્રાથમિક શિક્ષણને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના સંકલ્પ સાથે મિટિંગ નુ આયોજન કરાયુ;
ઉમરપાડા તાલુકાના સામપૂરા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષણને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના સંકલ્પ સાથે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સરપંચશ્રી અનીતાબેન દ્વારા શાળાના બાળકોને સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરાયા હતા તેમજ સી.આર.સી. રાજુભાઈ અને સુનિલભાઈ વસાવા દ્વારા શિક્ષણના સુધારા અંગે સુચનો તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ S.M.C. સભ્યો પાસે તેમજ વાલીઓ પાસેથી પણ શાળામાં ખુટતી સુવિધાઓ તેમજ શિક્ષણને લગતા જરૂરી એવાં સુજાવ અને સુચનો લેવામાં આવ્યા હતા.
આ મિટિંગની સફળતા બદલ તેમજ લોકોએ આ મિટિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો તે બદલ શાળા પરિવાર વતી સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ મિટિંગમાં ગામની સ્કુલના આચાર્યશ્રી રમેશભાઈ, સહાયક શિક્ષિકા, અભિશેકભાઈ, યુવા સરપંચ એવા શ્રીમતી અનિતાબેન, સહયોગી સુનિલભાઈ, સી.આર.સી. રાજેન્દ્રભાઈ, એસ.એમ.સી. સમિતિના પ્રમુખ જાગૃતિબેન, ડે. સરપંચ સુનિલભાઈ, તેમજ મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વડીલો હાજર રહ્યાં હતા.