
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા:
વાંસદા ટાઉનહોલ ખાતે જેસીઆઈ વાંસદા રોયલ , જેકે લક્ષ્મી સિમેન્ટ તથા માઁ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા બાંધકામ ક્ષેત્રે કામ કરતાં કારીગરો અને કોન્ટ્રાકટર માટે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
વાંસદા ખાતે જેસીઆઇ વાંસદા રોયલ , જેકે લક્ષ્મી સિમેન્ટ તથા માઁ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટર તથા કડિયા કામ કરતાં કારીગરો માટે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .જેમાં જેકે લક્ષ્મી સિમેન્ટના સેલ્સ ઓફિસર નિકુંજ ભાવસાર ટેકનીકલ ઓફિસર ભાવેશભાઈ કાકવાણી અને સિદ્ધાર્થભાઈ દેસાઈ (નવસારી & ડાંગ સેલ્સ પ્રમોટર) જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી મિતુલ ભાવસાર, સેક્રેટરી જેસી સાગર પટેલ, પાસ્ટ પ્રેસિડન્ટ જેસી ધર્મેન્દ્રસિંહ સોલંકી ,જેસી ધર્મેશભાઈ ,આશિષ ભાઈ, જેસી ઝુઝર ભાઈ, જેજે સ્મિત સોલંકી તથા માં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સ્ટાફગણ તથા વાંસદા નગરજનો, સરપંચશ્રીઓ કોન્ટ્રાક્ટર મિત્રો, કારીગરો હાજર રહ્યા હતાં.
આજના હેલ્થ ચેકઅપ કેમ્પમાં સો થી વધારે માણસો નું બ્લડ સુગર , બ્લડપ્રેશર, હાઈટ ,વેટ , ઓક્સિજન લેવલ વગેરે તપાસ કરવામાં આવ્યુ હતું . આ પ્રસંગે ત્રણે સંસ્થાના કાર્યક્રમ મિત્રો ની ભારે જેહમત દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.