
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, વાંસદા કમલેશ ગાંવિત
૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રીપ્રતાપ હાઈસ્કૂલ ખાતેના પ્રાર્થના હોલ મા વાંસદા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
વાંસદા :તા.5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન રાજરોજ સમગ્ર ભારતમા વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવતાં હોય છે અને ઘણાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી ને ભારત ના સારા નાગરિક બનવાના પ્રણ લેતાં હોય છે, ત્યારે જેસીઆઈ વાંસદા રોયલ , લાયન્સ ક્લબ ઓફ વાંસદા આયોજીત પુર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ. સર્વોપલ્લી રાધાકૃષનન ની જન્મદિવસ ના ઉપલક્ષ મા શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરનાર પ્રાથમિક શાળાઓના અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના તાલુકા કક્ષાના બેસ્ટ શિક્ષકો નું સન્માન સમારોહ યોજાયો હતો.
આજના વાંસદા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં કુલ 26 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પ્રાથમિક શાળાના વિશેષ સિદ્ધિ મેળવનાર 16 શિક્ષકોમાંથી પ્રથમ ક્રમે પટેલ ડીમ્પલબેન બચુભાઇ ચૌઢા પ્રાથમિક શાળા વાંસદા, બીજા કમે સુરેશભાઈ દૈજુભાઈ પટેલ રંગપુર તા.વાંસદા તાનુપાડા વર્ગ શાળા, ત્રીજા કમે મોઇનુંદિન ઇસ્માઇલ રખડા નવાનગર પ્રાથમિક શાળા જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના તાલુકાના બેસ્ટ શિક્ષક તરીકે પ્રથમ કમે દુબે મુકેશભાઈ શ્રીનારાયણ શ્રી સદગુરુ હાઇસ્કૂલ ભીનાર (પ્રવાસી શિક્ષક)ને વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમારના હસ્તે ટ્રોફી તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બીજા કમે શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદાના કાંતિલાલ કે પટેલ, ત્રીજા કમે ડૉ.રાજેન્દ્રભાઈ એફ આઈરીસ ઇન્ટરનેશનલ સ્કૂલ વાંસદા તમામ એવાર્ડ વિજેતાઓને ટ્રોફી તથા સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષકોને સર્ટીફીકેટ તથા પુષ્પ ગુચ્છો અને પેન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રસિંહ પરમાર (T.D.O વાંસદા) ના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો, જેસીઆઈ વાંસદા રોયલ 2023 ના પ્રમુખ જેસી મિતુલ ભાવસાર, પ્રોજેક્ટ ચેરમેન જેસી અવિનાશ વૈષ્ણવ , ભૂતપૂર્વ પ્રમુખ જેસી ધર્મેન્દ્રસિંહ સોલંકી, જેસી ધર્મેશભાઈ પુરોહિત, લાયન્સ ક્લબના પ્રમુખ પટવર્ધનસિંહ સેંગર, તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પંચાલ, નિવૃત્ત આચાર્ય શ્રી મગન સાહેબ , વાંસદા કોલેજના આચાર્ય પ્રો. યોગેશભાઈ મિસ્ત્રી સહીત વાંસદાના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પટેલ તથા ધનલક્ષ્મીબેન પટેલ તથા કિરણબેન પટેલે કર્યુ હતું. કાર્યક્રમ ના અંતે આભારવિધિ ધર્મેન્દ્રસિંહ સોંલકીએ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.