
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજકોટ શહેર પોલીસ કમિશનર પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપના આધારે તપાસ DGP વિકાસ સહાયને સોંપાવામાં આવી છે;
રાજકોટ શહેરના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા ૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો, કે રાજકોટ પોલીસ કમિશનર પૈસા વસુલવા માટે ગુંડાઓની જેમ હવાલા લઈ રહ્યા છે, જો કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી વસૂલ કરેલા નાણાંના ૧૫% કમિશનની માંગણી કરી છે, આ પત્ર સામે આવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભર માં હકડંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ને ૭૦ લાખ રૂપિયાની ઉઘરાણી વસુલી કરી હોવાનો આક્ષેપ ના લખેલા લેટર માં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી ૧૨ કરોડની છેતરપીંડીના કિસ્સાને ટાંકી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના P.I ગઢવી, PSI સાખરાએ આ ઉઘરાણી માટે ૧૫% માંગ્યા હોવાનું તથા અત્યાર સુધીમાં ૭૫ લાખ પડાવી લઇ હજુ ૩૦ લાખ માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનીંગ વિભાગના DGP વિકાસ સહાયને સોંપી છે. પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા ACP ને સોંપાતા ઉહાપોહ થયો હતો અને આ પ્રકરણની ચારેકોર થી ટીકા થતાં અંતે સરકારે તાત્કાલિક અસરથી DGP કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે.