
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડાના દાભવાણ ગામમાં થયેલ ૪૦ હજારની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરી ના કલાકો મા પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો.
પતિ પત્નીએ મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં મહિલા આરોપીને 30 હજારના મુદ્દામાલ સાથે નર્મદા એલસીબીએ ઝડપી પાડી, પતિ ફરાર:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દાભવાણ ગામના એક મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી થતાં મકાન માલિકે ફરિયાદ આપતા નર્મદા એલસીબીએ ચોરીના 30 હાજર સાથે એક મહિલાને ઝડપી પાડી હતી જ્યારે આ ચોરીમાં સાથ આપનાર આરોપી મહિલાનો પતિ ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના દાભવાણ ગામના જશીબેન વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમણે પોતાના ઘરની તિજોરીમાં મૂકેલ રોકડા રૂ. 40 હજારની કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયો હતો. જેની ફરિયાદ ડેડીયાપાડા પોલીસમાં અજાણ્યા ચોર સામે કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
રજિસ્ટર થયેલા આ ગુનાની તપાસ નર્મદા એલસીબી સોંપવામાં આવતા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ખાંભલા સૂચના અનુસંધાને આ ગુનાની તપાસના કામે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં વોચમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે, ડાભવણ ગામે રહેતા રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસીંગ વસાવાએ તેની પત્ની સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો છે.
જે બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડાભવણ ગામે જઇને રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસીંગ વસાવાની તપાસ કરતા તે ઘરે હાજર ન હોઇ તેની પત્ની નામે લતાબેન રાજેંદ્રભાઇ વસાવાનાને આ ઘરફોડ ચોરી બાબત પુછપરછ કરતાં ગલ્લા-તલ્લા કરતી હોય જેથી સદર આરોપી બહેનને વિશ્વાસમાં લઇ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં આરોપી મહિલાએ ચોરી પોતાના પતિ સાથે મળીને કરેલ હોવાની હકીકત જણાવતા ચોરીના કરેલા ૪૦,૦૦૦ હજાર રૂ. પૈકી રૂ.૩૦,૦૦૦/- ની રોકડ રકમ આરોપીની ઘરમાંથી રીકવર કરવામાં આવી હતી.
જ્યારે મહિલા આરોપીને તેના પતિ વિશે પુછપરછ કરતા તે ક્યાંક જતો રહેલ હોવાની હકીકત જણાવતા સદર અનડીટેક્ટ ઘરફોડ ડીટેક્ટ કરી આરોપી બહેનને ગુનાના કામે ડેડીયાપાડા ખાતે સોંપવામાં આવી હતી તેમજ આ ગુનાના કામે ફરાર આરોપી રાજેન્દ્ર ઉર્ફે પકોને શોધી કાઢવા સારૂ વોચ તેમજ ખાનગી બાતમીદાર મારફતે હકીકત મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા