
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
181 મહિલા હેલ્પલાઇન: ભરૂચ
મહિલાને ત્રાસ આપી બાળકને છીનવી પત્નીને કાઢી મૂકતા લઈ ગયેલા બાળકને મહિલા અભ્યમ ટીમ ની સમજાવટ બાદ મહિલાને બાળક પરત અપાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામેથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અને તેમની ફરિયાદ મુજબ મહિલાના પતિ મહિલાને માનસિક, શારીરિક ત્રાસ આપતા હોવાથી મહિલા તેમના પિયરમાં જતાં રહ્યાં હતાં, પરંતુ તેમનું એક વર્ષનું બાળક એ લોકોએ છીનવી લીધું હતું, અને પરત આપતા ન હોવાથી મહિલા એ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
જે બાદ 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મહિલાનાં પતિ ઘરે હાજર ન હતા. અને મહિલાનાં સાસુ- સસરા ઘરે હાજર હતા. મહિલાનું બાળક સાસુ- સસરા સાથે હતું. તેથી 181 અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને બોલાવવા મોકલેલ, પરંતુ તેઓ આવેલ ન હતા. તેથી મહિલાના સાસુ- સસરાને મહિલાઓને લગતા કાયદા વિશે કાયદાકીય સમજ આપેલ, તેથી મહિલાના સાસુ- સસરા બાળકને લઈ જવા માટે સહમત થયા હતા અને અમે અમારા દીકરાને સમજાવી દઈશું બાળક ધાવણ કરે છે અને બીમાર છે તેથી અમે લઈ જવા દીધું, જેની બાહેધરી લઈ મહિલાને બાળક પરત આપ્યું હતું. આમ 181 અભયમ ટીમે દ્વારા સાસુ-સસરાને સમજાવી મહિલાને એક વર્ષનું બાળક પરત અપાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, બ્યુરો ચીફ દક્ષિણ ગુજરાત