
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર, સાગબારા પ્રકાશ વસાવા
સેલંબા ખાતે પુખરાજજી ચોપડાની પ્રથમ પુણ્યતિથિએ પરિવાર દ્વારા ૧૦૦૮ વૃક્ષ રોપવાનો લીધો સંકલ્પ: પર્યાવરણ ની જાળવણી માટે અનોખી પહેલ;
ચોપડા પરિવાર દ્વારા ૨૩ જૂન ના રોજ ૧૬૧ તુલસી ક્યારાનું કરાયું હતું વિતરણ;
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં જૈન પરિવારે પર્યાવરણ ની જાળવણી માટે નવો અભિગમ અપનાવ્યો છે, પોતાના સ્વજન ની પુણ્ય તિથિએ ખોટા બિનજરૂરી ખર્ચ ન કરી ૧૦૦૮ રોપા નું વાવેતર કરી સ્વજન ની યાદમાં પર્યાવરણ ની જાળવણી માટે અનોખી ભૂમિકા નિભાવાનો પ્રયાસ કર્યો છે.
ચોપડા પરિવાર દ્વારા તાલુકા મામલતદાર ગજ્જર સાહેબ , પીએસઆઈ. કે. એલ.ગળચર, ભાજપના અગ્રણી નેતા, સેલંબાના વેપારીઓ, સહિત લોકોએ સ્વ. પુખરાજજી ચોપડાની પ્રથમ પુણ્ય તિથિએ સેલંબા અમરધામમાં ૧૦૮ રોપા તેમજ મોડેલ સ્કૂલ સેલંબા માં ૨૫૦ રોપાનું વાવેતર કરાયું હતું સાથેજ પ્રા.શાળા સેલંબા, બજરંગબલીજી મંદિર ગોટપાડા, દશા માતાજી મંદિર ગોટપાડા, પ્રા.શાળા ગોટપાડા, ભાથીજી મંદિર નવાગામ, કબ્રસ્તાન સેલંબા, જે. કે હાઈસ્કૂલ સાગબારા, આદર્શ નિવાસી શાળા સાગબારા, વંદન સ્કૂલ સાગબારા, બજરંગબલીજી મંદિર કનખાડી, કોડબા અને પાટ ગામ ખાતે અન્ય રોપાનું વાવેતર કરવામાં આવશે.
સાથે સાથે ઝાડ આપણા જીવન માં કેટુલું ઉપયોગી છે, એના ગુણો અને ઝાડની કેવી રીતે જાળવણી કરવી જોઈયે આવી વિગત વાર વાતો કરી ચંદ્રકાંતભાઈ લુહારે માહિતી આપી હતી, અને તેની જળવણીની જવાબદારી ઉપાડી હતી.
સ્વ. પુખરાજજી સગતમલજી ચોપડા ને હાર્દિક શ્રધાંજલિ આપવામાં આવી, એમની વાતો અને એમના કાર્યો ને યાદ કરવામાં, એ કેવા વ્યક્તિત્વના ધની હતા, એમના જીવનમાં સંઘ, સમાજ, ગામ, પરિવારજનોને અને સ્નેહીજનોને કેવી રીતે મદદગાર રહ્યા એ બધી વાતોનું પુનરાવર્તન કરી એમની યાદોને હદયપટલ પર અંકિત કર્યા.