
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખામ ગામે હસ્તકલા સેતુ અંતર્ગત કારીગરો માટે ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો:
દેડિયાપાડા તાલુકાના ખામ ગામમાં ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થા (EDII) તથા કુટીર અને ગ્રામધોગ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માં રેહતા લોકોમાં છુપી કલાઓને વિકસાવવા માટે તેમજ વાસકામ ના કારીગરો માટે ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ નું (EDTP) આયોજન કરવામમાં આવ્યું હતું. જેમાં હસ્તકલા નું કામ કરતા કારીગરો ને પડતી તકલીફો દુર કરી તેઓના ધંધાનાં વિકાસ માટે જરૂરી તાલીમ આપી તેમના ધંધાને લગતી કામગીરી તરીકે ના ઓળખકાર્ડ આપવા તથા તેઓને સરકારી સહાય સાથે જોડવા માટે ઉદ્દેશય સાથે હસ્તકલા યોજના તૈયાર કરવામાં આવે છે.
આ અંતર્ગત યોજાયેલ ઉધમીતા વિકાસ જાગૃતિ કાર્યક્રમ માં ૩૦ ભાઈ-બેહનોઓ એ ભાગ લીધો હતો. કાર્યક્રમ ની શરૂઆત ડીસ્ટ્રીક લીડ મેનેજરશ્રી જીજ્ઞેશ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા સહભાગીઓને ઉધોગ સાહસિકતા અને તેનું મહત્વ સમજાવવા માં આવ્યું હતું, તેમજ એક સફળ ઉદ્યોગ સાહસિક કઈ રીતે બની શકાય તેની ઊંડાણપૂર્વક સમજ આપવા આવી.