
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ચીકદા આશ્રમ શાળા ખાતે બાળકોની સુવિધા માટે ગ્રાન્ટ મંજૂર થતા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો : બાળકોમાં ખુશીની લાગણી છવાઈ!!!
દેડિયાપાડા નાં ચીકદા આશ્રમ શાળા માં બાળકોની સુવિધા માટે ગ્રાન્ટ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવતા બાળકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
આજ રોજ ૧૩/૧૨/૨૦૨૨ નાં ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા સંચાલિત શ્રી નાલંદા આશ્રમ શાળા ચિકદા, તાલુકો ડેડીયાપાડા ખાતે મકાન બાંધકામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું, જેમાં આશ્રમશાળાના તકેદારી અધિકારી એચ.એલ.ગામીત રાજપીપળા તથા આશ્રમશાળા ના સંચાલક ડૉ. કે.મોહન આર્ય સહ સંચાલિકા સરસ્વતીબેન કે.આર્ય, ક્રિષ્ના બેન.કે.આર્ય, સાગર.કે.આર્ય અને આશ્રમશાળાનાં કર્મચારીઓ સહિત આશ્રમશાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ ચિકદા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો ખાતમુહૂર્તમાં હાજર રહ્યા હતા.
મકાન બાંધકામની ગ્રાન્ટ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર મારફતે આશ્રમશાળા માં ભણતા બાળકોને ભૌતિક સુવિધા સારી મળી રહે તે હેતુથી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. મકાન બાંધકામની ગુણવત્તા સારી જળવાઈ રહે તે માટે આશ્રમશાળાઓના તકેદારી અધિકારી એચ.એલ.ગામીત દ્વારા સૂચન કરેલ છે.
સુવિધામાં વધારો થતા ત્યાંના બાળકોએ સારો અભ્યાસ કરી શકશે અને સારું શિક્ષણ મેળવશે તે માટે આનંદની લાગણી અનુભવી અને આશ્રમશાળાના અધિકારીનો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા