
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લા મથક વ્યારા માલીવાડ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં વિદાય સમારંભ યોજાયો:
આજરોજ તારીખ 31.05.2022 નાં રોજ પોસ્ટલ વિભાગ નિરીક્ષક અધિકારીની કચેરીમાં કાર્યરત ઓવરસીયર શ્રી ફુલસીંગભાઇ વસાવા તથા બીરબલભાઈ વસાવે વય નિવૃત થવાથી તેમનો વિદાય સમારંભ વ્યારા પોસ્ટ ખાતે રાખવામાં આવ્યો.
શ્રી, ભાલચંદ્ર આર.પાટીલ નિવૃત પોસ્ટ માસ્તર તરફથી શાલ ઓઢાડી તેમનું બહુમાન કર્યું.
શ્રી, જીજ્ઞેશભાઈ રાઠોડ નિરીક્ષક અધિકારી શ્રી, તથા મહેન્દ્રભાઈ ચૌધરી પોસ્ટ માસ્તર વ્યારા તથા શ્રી, શેહઝાદભાઈ મનસુરી પોસ્ટલ કર્મચારીએ તેમની સેવાને બિરદાવવામાં આવી. સભાને અંતે નિવૃત કર્મચારીઓ વફાદારી પુર્વક સેવા બજાવવા બદલ શ્રી, જીજ્ઞેશભાઈ રાઠોડ તરફથી વિદાયમાન આપ્યું.
સમારંભનાં અંતમાં શ્રી ભાલચંદ્ર આર. પાટીલ નિવૃત પોસ્ટ માસ્તર તથા નિરીક્ષક અધિકારી જીજ્ઞેશભાઈ રાઠોડ તથા હાલનાં પોસ્ટ માસ્તરશ્રી, મહેન્દ્રભાઈ ચૌધરી તરફથી શ્રી ફુલસીંગભાઇભાઈ વસાવે તથા બીરબલભાઇ વસાવે તેમનું નિવૃત જીવન સારી રીતે પસાર થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી.