Breaking News

ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા અનેક જિલ્લાઓ સહીત ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી,

ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા અનેક જિલ્લાઓ સહીત ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ:

રાષ્ટ્રીય જનજાતિ મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા આદિવાસી ખ્રિસ્તી સમુદાય પર ધર્માંતરણ અંગેના ખોટા આક્ષેપો કરી સમાજને ગેરમાર્ગે દોરી સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરવા બાબતે સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા અનેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જાહેર મંચો પર થી  જનતાને ગેર માર્ગે દોરતા અને  સંઘઠનો ને પ્રોત્સાહન આપતાં પાર્ટીનાં પ્રમુખો, સાંસદો અને નેતાઓ ચુંટણી પહેલા સાવધાન થઇ જાય તે જરૂરી…!

રાષ્ટ્રપતિ મહોદયને સંભોધી ને અનેક  જીલ્લા કલેકટરોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું, 

ભરૂચ:  સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,ધર્માંતરણ બાબતે ભારતના બંધારણની કલમ ૨૫ ની આધારે રજૂઆત કરીએ છે કે, ભારતના બંધારણની કલમ ૨૫ મુજબ દરેક ભારતીયને ધર્મ સ્વતંત્રતાનો બંધારણીય હકક અને અધિકાર આપવામાં આવેલો છે. તેમ છતા વિવિધ સંગઠનો મારફતે ખ્રિસ્તી સમાજ ઉપર જૂઠા અને ખોટા,આધાર પુરાવા વગરનાં આરોપો અને આક્ષેપો મૂકવામાં આવે છે, જેવા કે લોભ-લાલચ આપીને ધર્માંતર કરવામાં આવે છે. ખ્રિસ્તી સમાજને બદનામ કરવા હેતુસર પાયવિહોણા ( આધાર વગરના) ધર્માંતરના ખોટા કેસો કરવામાં આવે છે. તેમજ સોશ્યિલ મિડીયા, મારફતે ધર્માંતરના પાયાવિહોણા સમાચારનું પ્રસારણ કરવામાં આવે છે, જે ગેરબંધારણીય છે. હકીક્ત અને વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલા ધર્માંતરણના કેસોમાંથી કોઈ પણ કેસ સાબિત થયેલો નથી આધાર – પુરાવા તરીકે આર.ટી.આઈ. મેળવી છે. ખ્રિસ્તી સમાજમાં પરિવારોમાં જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે શુભેચ્છાની પ્રાર્થના કરવામાં આવતી હોય અથવા નવા ઘરના ઉદ્ઘાટનના પ્રસંગે ઘરની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓમાં પણ આરોપ મૂકવામાં આવે છે કે ધર્માંતરણ કરવામાં આવી રહયું છે. આવા તદન ખોટા અને પાયાવિહોણા આક્ષેપોને લઇને સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા અનેક જિલ્લાઓમાં આજરોજ  આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે સમસ્ત ખ્રિસ્તી સમાજ ભરુચ જીલ્લા પ્રમુખ મુકેશ ભગત, બિશપ ટી.એમ. ઓનકાર, બિશપ સંદીપ રજવાડી, બિશપ નટવર સિંહ, સહીત મોટી સંખ્યામાં તાલુકાના પ્રમુખ તેમજ પાળક ગણ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है