
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ “મહિલા સશક્તિકરણ પખવાડિયા” અંતગર્ત: મહિલા 181 અભયમ હેલ્પલાઇન દવારા છઠ્ઠા દિવસે મહિલા “કૃષિ દિવસની” ઉજવણીના ભાગરૂપે વ્યારા તાલુકાના કપૂરા ગામે કરવામાં આવી કપુરા ગામે મહિલાઓને કૃષિ લક્ષી યોજનાઓ અને બિયારણ તેમજ ઓજારો માટે સરકાર દ્વારા મળતી અનેકો સહાય તેમજ સાથે અભયમ-૧૮૧ની સેવાઓ અને અન્ય સેવાઓ જેમકે મહિલા સુરક્ષા માટે મોબાઈલ એપ્લીકેશન નો ઉપયોગ કેવી રીતે કરવો? તેની વિસ્તૃત સમજણ આપાય હતી. સાથેજ મહિલાઓની સેવા માટે ૨૪ કલાક ૭ દિવસ ઉપલબ્ધ મહિલા અભયમ-૧૮૧ની અનેક સેવાની જાણકારી ગ્રામ્યકક્ષાએ મહિલાઓને તથાં યુવતીઓને સમજ આપીને માહિતગાર કર્યા.
સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્થળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્ય અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાત સરકારે રાજ્યની તમામ મહિલાઓને સુશિક્ષિત – સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડર ઈક્વાલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ શરુ કરી છે હવે ગુજરાતની તમામ મહિલાઓ બનસે પુરુષ સમોવડી. થશે મહિલાઓને સુશિક્ષિત, સુરક્ષિત અને જાગૃત્ત: