
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આજરોજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડાંગની મુલાકતે આવ્યા હતાં, અનેક વિકાસ કામો lનું કર્યું હતું લોકાર્પણ:
આહવા: ડાંગ જિલ્લાના નાગરિકો માટે આહવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, પીપલદહાડ હાટ બજાર (તા. સુબીર), સહકાર ભવન, શામગહાન અને સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શિંગાણા અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોયલીપાડા, ભવાનદગડ અને વાંવદા પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સુબીર તાલુકા શાળા તથા સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે “બ્લડ સેન્ટર” નું લોકાર્પણ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના નાગરિકો માટે ઘાણા, જામનિયામાળ, પોળસમાળ, સાકરપાતળ અને ઉમરપાડા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આજે આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની અંદાજીત રૂ.૪૭ કરોડની કિમતની જુદી જુદી પાંચ યોજનાઓના ખાતમુહુર્ત સાથે, અંદાજીત રૂ.૨૮ કરોડના ખર્ચે ડાંગ જિલ્લામા નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનીગ સેન્ટર, સહકાર ભવન, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને પેટા આરોગ્ય કેન્દ્રોનુ પણ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. સાથે સાથે આહવાની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત કરાયેલા “બ્લડ સેન્ટર” નુ પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રજાર્પણ કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડાંગ જિલ્લાની સગર્ભા બહેનો તથા નવજાત શિશુની સુખાકારી માટે પ્રયોશા પ્રતિષ્ઠાન અને દિવાળીબેન ટ્રસ્ટ પુરસ્કૃત “માતૃશક્તિકરણ કલ્પ”નો શુભારંભ કરી પ્રસુતા મહિલાઓને સુખડી, પોષક તત્વો, અને બેબી કીટનુ વિતરણ કરાયુ હતુ. ડાંગ જિલ્લાની તમામ ઇન્ટીટ્યુશનલ ડીલીવરીના લાભાર્થીઓને તબક્કાવાર આ કીટનુ વિતરણ અમલીકરણ સંસ્થા દ્વારા કરવામા આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનુ ડીજીટલ ખાતમુહૂર્ત કર્યું હતુ. સાથે જુદા જુદા વિભાગોના વિકાસ પ્રકલ્પોનુ પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમા વરિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકરો સહિત જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પાણી પુરવઠા બોર્ડના સુરત ઝોનના મુખ્ય ઈજનેર શ્રી એન.એચ.પટેલ, ડાંગના પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી ડી.બી.પટેલ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને શૈલેશભાઈએ સેવા આપી હતી.