
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ (NMMSS) નાણાકીય વર્ષ 2022-23 હેઠળ અરજીઓ (નવી/નવીકરણ) સબમિટ કરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર, 2022 સુધી લંબાવાઈ :
વર્ષ 2022-23 માટે NMMSS માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર 2022 છે. ‘નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ સ્કીમ’ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને ધોરણ 8માં અભ્યાસ છોડી દેતા અટકાવવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે અને તેમને માધ્યમિક તબક્કે તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરાય છે. દર વર્ષે ધોરણ IX ના પસંદ કરેલા વિદ્યાર્થીઓને એક લાખ નવી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને રાજ્ય સરકાર, સરકારી સહાયિત અને સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ X થી XII માં તેમનું ચાલુ/નવીકરણ કરવામાં આવે છે. શિષ્યવૃત્તિની રકમ વાર્ષિક રૂ. 12000/- છે.
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ (NMMSS) નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (NSP) પર મૂકવામાં આવે છે – જે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ યોજનાઓ માટેનું વન સ્ટોપ પ્લેટફોર્મ છે. NMMSS શિષ્યવૃત્તિઓ DBT મોડને અનુસરીને પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા પસંદ કરેલા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા જ વિતરિત કરવામાં આવે છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતાની તમામ સ્ત્રોતોમાંથી આવક રૂ. 3,50,000/- કરતાં વધુ નથી તે વાર્ષિક શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર છે. શિષ્યવૃત્તિ પુરસ્કાર માટે પસંદગી કસોટીમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓ પાસે ધોરણ 7ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો આવશ્યક છે (SC/ST વિદ્યાર્થીઓ માટે 5% દ્વારા રાહતપાત્ર).
ચકાસણીના બે સ્તર છે, L1 ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર (INO) લેવલ છે અને L2 એ ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (DNO) લેવલ છે. INO સ્તર (L1) ચકાસણીની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર, 2022 છે અને DNO સ્તર (L2) ચકાસણીની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર, 2022 છે.