
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખોપી ગામના ટેકરા ફળિયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું;
સાગબારા તાલુકાનાં ખોપી સોરાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ખોપી ગામના ટેકરા ફળીયા વિસ્તારમાં વર્ષો થી પાણીની સમસ્યા થી પીડાતા ગ્રામજનો, પીવાના પાણીથી તરસતા આ બે ફળીયામાં આશરે 587 ની આસપાસ જેટલા લોકો વસે છે, તેમજ આશરે 115 ની આસપાસ જેટલા ઘરો આવેલા છે. આ ફળિયામાં પાણીની સમસ્યા વર્ષો થી ચાલતી આવી છે. તેમજ ત્યાં રહેતા દુધાળા પશુઓ તેમજ મુંગા જાનવરો માટે પણ પીવા માટે ના પાણી ૨ કિ.મી. દૂર થી લાવવા પડે છે. પીવા માટેના બોરવેલમાં પણ પાણી આવતું નથી. નજીકમાં જ 5000લિટર જેટલી ક્ષમતા ધરાવતો પીવાના પાણી નો ટાંકો આવેલો છે, પરંતુ અન્ય ફળીયામાં પાણી પોહચે છે, જ્યારે બે ફળીયામાં પાણી પહોચતું નથી, તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું, ટેકરા ફળીયાનાં વિસ્તારમાં પાણીની ટાંકીઓમાં પણ પાણી નથી રહેતું, જે શોભના ગાંઠીયા ની જેમ પડી રહેતા, આ બાબતે ગ્રામજનોએ તંત્રને લેખિત અને મૌખિક પણ જાણ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ નહિ મળતા આખરે ગ્રામજનો એ સંપ કરી ઇરીગેસન સામે પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો. તેમજ તેમની આ માંગ નહિ પુરી થાય તો હજુ મોટા પાયે આંદોલન કરવાની પણ ગ્રામજનોએ ચીમકી આપી હતી.