
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ તાલુકા ગ્રામ વિકાસ એજેન્સી-સાગબારાના સંયુક્ત ઉપક્રમે નેતૃત્વ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા-૨૦૨૦નાં ઉજવણીનાં ભાગરૂપ સમગ્ર રાજ્ય ભરમાં “નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરાય રહી છે.
રાજપીપલા, નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ તાલુકા ગ્રામ વિકાસ એજેન્સીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સાગબારાના ધોલીવેર અને દેડીયાપાડાના ચીકદા, કેવડી, પાટડી, દાભવણ, સોલીયા, અને જામની જેવા ગામોના ક્લસ્ટરમાં સખીમંડળની બહેનો સાથે નેતૃત્વ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાગબારાના અને દેડીયાપાડા તાલુકાના ગામોના કલસ્ટરની સખી મંડળની બહેનો સાથે મહિલા નેતૃત્વ દિવસ સંદર્ભે વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ સરકારશ્રીની મહિલાને લગતી જુદી જુદી યોજનાઓની માહિતી આપવામાં આવી. તેમજ પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનમાં આવેલ બહેનોને મહિલાના નેતૃત્વ વિષે, “સખી” વન સ્ટોપ સેન્ટરના કેશ વર્કર દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે નવાઘાટા ગામની બહેનોને “સખી” વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી આપવામાં આવી હતી, અને સરકારશ્રીની વિવિધ યોજના દર્શાવતી માહિતી વિષયક પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યુ, કાર્યક્રમના અંતમાં કર્મચારીઓ દ્વારા વેબીનાર નિહાળવામાં આવ્યો.