
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , તાપી કીર્તનકુમાર
બાજીપુરા ખાતે માનનીય સહકાર મંત્રી તથા ગુહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ના કાર્યક્રમ ને પરવાનગી ન આપવા બાબતે તાપી જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું,
એક તરફ સરકાર સામાજીક કાર્યો માટે 100/150 લોકોની મંજૂરી આપે છે, અને લોકો પર કેશ કરવામાં આવે છે, અને અત્યારે બાજીપુરા ખાતે લાખો લોકોને ભેગા કરે છે! સામાન્ય માણસોને સરકાર ની કોરોના રમત સમજાશે ખરી.?
તા.૧૯/૨/૨૦૨૨ ના રોજ કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતીમાં યોજાનાર સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમની વહીવટીતંત્ર દ્વારા પરવાનગી ન આપવામાં આવે તેવી માંગણી સાથે કલેકટરશ્રી, તાપી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ રાજકીય, ધાર્મિક, સામાજીક કાર્યક્રમોમાં 100 થી 300 વ્યકિતઓ ની મર્યાદા હોય ત્યારે આ કાર્યક્રમમાં એક લાખ થી વધુ લોકો ભેગા કરવાથી સમગ્ર તાપી જિલ્લાનાં લોકોના જીવ જોખમમાં મુકાશે એવી ભીતિ રહેલી છે તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનાં જાન પણ જોખમમાં મુકાશે…. માજી કેન્દ્રીય મંત્રીશ્રી ડો. તુષાર ચૌધરી
આવેદનપત્ર:
જયભારત સહ અમો તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવાનું કે આગામી તા.૧૯/૨/૨૦૨૨ ના રોજ બાજીપુરા ખાતે માનનીય સહકારમંત્રી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહનો કાર્યક્રમ યોજાનાર હોવાનું અખબારો દ્વારા અમોને જાણવા મળયું છે, જેમાં આયોજકો દ્રારા ૧ લાખથી વધુ લોકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેશે એવો છો કરેલ છે.
હાલમાં ડોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી ને કારણે બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર બંઘ જગ્યાએ ૧૫૦ માણસો તથા ખુલ્લી જગ્યાએ ૩૦૦ માણસોની મર્યાદામાં કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. આજ ગાઈડલાઈન અનુસાર લગ્નપ્રસંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
ભુતકાળમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરીને થયેલા કાર્યક્રમોને કારણે ઉદ્ભવેલ કોરોનાની ત્રીજી લહેરતો ગુજરાત રાજયના લોકોએ સામનો કરવો પડે છે. આ ત્રીજી લહેરને કારણે રાજય સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇન ને કારણે સામાન્ય પ્રજાજનોને વિવિધ પ્રતિબંઘનો સામનો કરવો પડે છે.
ગાઈડલાઇનના સામાન્ય ભોગ બદલ પ્રજાજનોને દંડ પણ કરવામાં આવે છે ત્યારે જો આ કાર્યક્રમ બાજીપુરા ખાતે યોજાશે તો તાપી જિલ્લામાં કોરોના મહામારી વકરશે અને તે માટે સમગ્ર તાપી વહીવટીતંત્ર સુમુલના કર્તાહર્તાને તથા અન્ય આયોજકો જવાબદાર રહેશે. હાલમાં પાંચ રાજયોમાં યોજાય રહેલ ચુંટણીમાં પણ ચુટણી પંચ દ્વારા જાહેરસભા/રેલી પર પ્રતિબંઘ મુકવામાં આવેલ છે.
અમારી માંગણી છે કે બાજીપુરા ખાતે માનનીય સહકારમંત્રી તથા ગુહમંત્રી શ્રી અમિતભાઇ શાહના કાર્યક્રમને પરવાનગી આપવામાં ન આવે અને જો પરવાનગી આપવામાં આવશે તો સમગ્ર તાપી તથા સુરત જીલ્લાના લાખો લોકોના જીવન જોખમમાં મુકાશે. ભુતકાળમાં પણ તાપી જીલ્લામાં લગ્ન પ્રસંગમાં હજારો માણસો ભેગા થતાં લગ્નપ્રસંગનું આયોજન કરનાર પર ગુનો દાખલ કરવામાં પણ આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમ માટે જો વહીવટીતંત્ર તાપી અને સુરત જીલ્લાના લાખ્ખો લોકોના જીવન જોખમમાં મુકી પરવાનગી આપશે તો આ પરવાનગી ને કાયઃકીય રીતે કોર્ટમાં પડકારી વહીવટીતંત્ર તથા આયોજકો સામે કાર્યવાહી કરવા કોર્ટમાં દાદ પણ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબઘરી વહીવટીતંત્ર તથા આયોજકોની રહેશે.