
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં પાણીને કારણે જમીનમાં જળસ્તર ઉપર આવતા બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું;
ઘનશેરા ગામે બે અને કોડબા ગામે એક કુલ ત્રણ બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
સાગબારા તાલુકામાં વરસાદનાં પાણીને કારણે જમીનમાં જળસ્તર ઉપર આવ્યાં છે. તેનાથી લોકો અને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. સાગબારા તાલુકામાં પાણીની નિરાંત થઈ ગઈ છે. ચેકડેમો છલકાઈ જવા પામ્યા છે. નદી ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં નજરે પડે છે. ખેડૂતોને સિંચાઈના પાણીની નિરાંત થઈ ગઈ છે.
સાગબારા તાલુકાનાં ઘનશેરા ગામે બે અને કોડબા ગામે એક બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નયન રમ્ય અને મનોહર દ્રશ્યો સર્જાયા છે. સાગબારા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ ૯૨૩ મિ.મી. નોંધાયો છે. તેને કારણે જમીનમાં પાણીના સ્તર ઉપર આવી ગયાં છે. ઘનશેરા ગામે એક બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં હતાં. અને નજીક માં આવેલાં સબ સેન્ટર ઘનશેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલાં પરિસરમાં બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં હતાં. સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે હાઈવે રોડ પાસે હેન્ડ પંપ માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં હતાં. અને કુલ ત્રણ જગ્યાએ બોર માંથી સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડતાં નજરે પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અને ઘણાં લોકો કુદરતનો કરિશ્મા તરીકે ઓળખાવતા હતા. સુંદર, શ્વેતિમા ધારણ કરી નિર્મલ સ્વચ્છ પાણીનાં ફુવારાઓ ઉડતાં સુંદર કુદરતી દ્રશ્યો સર્જાયા હતા. મનોહર અને નયનરમ્ય દ્રશ્યો જોવા લોકો ઉમટી પડ્યા હતાં. સાગબારા તાલુકામાં બોર, કુવાઓ, હેન્ડ પંપો વરસાદનાં પાણીનાં કારણે રીચાર્જ થઈ ગયા છે. જમીનમાં પાણીના સ્તર ઉપર આવી ગયાં છે. એટલે બોર માં સ્વયં પાણીનાં ફુવારાઓ ઉડે છે ત્યારે પંથક નાં કુવાઓ પાણી થી ભરાઇ ગયાં છે.