
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા, કમલેશ ગાંવિત
વાંસદા,ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા તાઉ’તે વાવાઝોડાથી આદિવાસી વિસ્તારમાં થયેલ નુકસાન બાબતે વાંસદા તાલુકા કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું.
તાઉ’તે વાવાઝોડા અંતર્ગત થયેલ ખેડૂતોના પાકોના નુકસાનને લઈ વળતર બાબતે વાંસદા, ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકારને સંબોધી વાંસદા તાલુકા કચેરીએ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયું. ..
હવામાન વિભાગની આગાહી તાઉ’તે વાવાઝોડાએ આખા ગુજરાતને ધમરોળ્યુ હતું. 17 -18 તારીખના તોકતે વાવાઝોડાએ જે હાહાકાર મચાવ્યો તેમાં વાંસદા,ચીખલી,તેમજ ખેરગામનો પણ સમાવેશ થાય છે. તાઉ’તે વાવાઝોડા અંતર્ગત થયેલ ખેડૂતો ના પાકોને ખુબ જ નુકસાન થયું છે. ગુજરાતના દરિયા કાંઠેથી વાંસદા આદિવાસી વિસ્તારમાં પણ નુકસાન થવા પામ્યુ છે. વાંસદા, ચીખલી, ખેરગામ ખેતીવાડીને લગતા પાકો, બાગાયતી પાકો મુખ્યત્વે કેરી, ચીકુ ને ખુબજ ઘણું બધું નુકસાન થયું છે. તેમાં ઉનાળું પાકો ડાંગર, શેરડીને પણ નુકસાન થયું છે.
પટેલે વધુ ઉમેરતા કહ્યું હતું કે કોરોનાની મહામારી અંતગર્ત અમારા વિસ્તારની આર્થિક પરિસ્થિતિ બેહાલ બનવા પામી છે . શાકભાજીનો ભાવ પણ મળવા પામ્યો ન હતો. જગતના તાત કહેવાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે આંબાની કલમો તૂટી પડીને જમીનદોસ્ત થવા પામી છે. 80% કેરીનો પાક વાવાઝોડામાં પડી ગયો છે. જેનાં ભાવ બજારમાં મળી રહયા નથી. નુકસાન નુ તાત્કાલિક અસરથી વળતર આપવામાં આવે તેવું આવેદનપત્ર ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવ્યુ હતું.