
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા વિસ્તારમાં જુગાર – આંકડાનાં ધંધા ખુલ્લેઆમ ચાલતા હોવાનો વિડિયો થયો વાયરલ: લોકોમાં ચર્ચા કોની રહેમનજર હેઠળ ચાલાવવામાં આવે છે અસામાજિક કામ?
ખુલ્લેઆમ બેખોફ ધમધમતા જુગાર – આંકડાની હાટડીઓ ચલાવતા આંકડા શાસ્ત્રીઓને પોલીસ તંત્રનો છૂપો આશીર્વાદ!!!
દેડીયાપાડા તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, ત્યારે આ વિસ્તારમાં આદિવાસી પ્રજાઓને લોભ – લાલચ આપી તેઓને ગેરમાર્ગે દોરી જુગાર – આંકડા જેવા ખોટા ધંધા ચલાવીને તમનું સુખી કુટુંબ જીવનને વેર – વિખેર કરી દેવામાં આવતું હોય છે. ત્યારે આ તમામ બાબતોનો કોણ જવાબદાર? તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પોલીસનાં સાઠ ગાઠ હેઠળ ચાલતાં જુગારધામ બાબતે એક જાગૃત યુવાને વિડિયો વાયરલ કર્યો છે. અગાઉ આ વ્યકિત આ ધંધામાં સાંકળાયેલ હતો, અને તેણે આ વિસ્તારમાં ચાલતા ધમધમાટ – બેફામ ચાલતા જુગારનો ઘટ સ્ફોટ ખુલ્લો પાડ્યો છે.
ડેડીયાપાડાના નવી નગરીમાં રહેતા એક વ્યક્તિ જેઓ પોતાનું નામ શંકરભાઇ દયારામભાઈ વસાવા જણાવી રહ્યા છે, જેઓ રહે.નવીનગરી ડેડીયાપાડા ખાતે રહે છે, તેઓ જણાવી રહ્યા છે કે મહેશ ગેબુ નામનાં વ્યક્તિ ૧૪૨ ગામમાં પોતાની હાટડીઓ ચલાવે છે, અને ૧૫ લાખથી વધુ નું રોજનું કલેક્શન હોય 30 જેટલાં માણસો ત્યાં કામ કરે છે, વિડીયો બનાવનાર પોતે તેઓ ઘણા સમયથી આંકડા જુગાર નો ધંધો ચલાવી રહ્યા હતા અને તેમાં તેઓ ત્રણ પાર્ટનર હતા જેમાં વિકાસ અમરસિંગ, શૈલેષભાઇ ૧૦૮, શંકરભાઇ( તેઓ પોતે) આ ધંધો ચલાવી રહ્યા હતા. પરંતુ તેમની ઉપર સુધી ઓળખાણ ન હોવા થી વારેઘડીએ કેશ કરાય છે.. જોવું રહ્યું કેટલી વાત સાચી અને કેટલી ખોટી તેતો તપાસમાં સાબિત થશે, કદાચ આ ભાઈની વાત સાચી હોયતો તેમની વેદના સાંભળી કહેવત યાદ આવે છે, કે ‘હાર્યો જુગારી બમણું રમે’ હવે આ ભાઈ ચાલતાં જુગારધામ નક્કી બંધ કરાવશે!
પોલીસ ખાતાના દરેક પોલીસ કર્મીઓને પણ તેઓ હપ્તા આપવાનું તેમને જણાવેલ છે. અને અન્ય કેટલા બીજા વ્યક્તિઓ આ ગુના માં છે તે બાબતે તેઓએ આ વીડિયોમાં ખુલાસો કરી પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. ત્યારે જોવું રહ્યું પોલીસ આ બાબતે ક્યારે અને શું ઘટતું કરે છે? તે જનતા હવે રાહ જોઈ બેઠી છે.