
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌઉન્શીલ ના કોમર્સ અને ઇન્ડસ્ટરી વિભાગના અથાગ પ્રયત્નો દ્વારા અને કંપની સાથે પરામર્શ દ્વારા શ્રમિકોને મળ્યો ન્યાય:
તાતીથેયા વિસ્તારમાં કાર્યરત એક કંપનીમાં કામ કરતાં શ્રમિકોના લાખો રૂપિયાનું મહેનતાણું પરત અપાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌઉન્શીલ ના કોમર્સ અને ઇન્ડસ્ટરી વિભાગની કડોદરા/પલસાણા સ્થિત ઓફીસ ખાતે ૬ જેટલા શ્રમિકો ન્યાય માટે આવ્યા હતા, જેને લઈને કોમર્સ અને ઇન્ડસ્ટરી વિભાગના રાજ્યના પ્રમુખ દેવેન્દ્રભાઈ માળી અને ટીમની મુલાકાત લઈને પોતાની મહેનતની મહામુલી રકમ કંપની દ્વારા કોઈ કારણોસર ચુકવવાની બાકી રકમ શ્રમિકો આપવા ઇનકાર કર્યો હતો, જે ની લેખિતમાં અરજી આપીને મદદ માટે ગુહાર લગાવી હતી,
અરજીમાં જણાવ્યા મુજબ તાતીથેયા વિસ્તારમાં કાર્યરત એક કંપનીમાં કામ કરતાં શ્રમિકો જેમકે સંજયસિંગ, શેલેષસિંગ, મનોજ, રમન, બુદ્દુરાજ , કુંદન નામના કર્મચારીઓનો ઓક્ટોબર મહિનાનો એક લાખ સોળ હજાર જેટલી પગાર ની માતબર રકમ પરત અપાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌઉન્શીલ ના કોમર્સ અને ઇન્ડસ્ટરી વિભાગની સમગ્ર ટીમ શ્રમિકોને ન્યાય અપાવવા માટે કંપની અને મિલ માલિક અને જવાબદારો સાથે પરામર્શ કર્યો હતો .
ગતરોજ શ્રમિકોને પોતાની મહેનતની મહામુલી રકમ રૂપિયા ૧,૧૬૦૦૦/- જેટલા બાકી નીકળતી રકમ કંપની પાસે થી પરત અપાવવામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌઉન્શીલ ના કોમર્સ અને ઇન્ડસ્ટરી વિભાગની ટીમ જેમકે પ્રમુખ દેવેન્દ્રભાઈ માળી, દક્ષિણ ગુજરાત પ્રમુખ વસરામભાઈ મીર, મનીષ કુમાર મિસ્ત્રી સુરત જીલ્લા પ્રમુખ, સંજય કુમાર ભક્તા પલસાણા તાલુકા પ્રમુખ, ગુલાબસીગ રાજપૂત સુરત જીલ્લા સેક્રેટરી, અશ્વિનભાઈ દેસાઈ સુરત જીલ્લા સેક્રેટરી, સુખદીપ સિંગ,સુજીત ગુપ્તા, આકાશ ઉમારે , વિકાસ ઉમારે સહીત અનેક માનવ અધિકાર કાર્યકરો આ સુખદ પળના સાક્ષી બન્યા હતા, અને શ્રમિકો દ્વારા સમગ્ર ટીમનો અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કૌનશીલ ગુજરાતની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.