
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તેમજ અન્ય માંગણીઓને લઈ દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.
દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂની પેન્શન યોજના તેમજ શિક્ષકોની વિવિધ માંગણીઓનું નિરાકરણ આવે તે માટે ચર્ચા કરવા પ્રતિનિધિ મંડળને બોલાવવામાં આવે તેવી તક આપવા વિનંતી સાથે તાલુકાના શિક્ષકો રજૂઆત કરી હતી. જેમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમાં 1. જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી. 2.સાતમાં પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા. 3. જુદા-જુદા નામથી રાજ્યમાં ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકો નિયમિત કરવાની ખાતરી. 4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વિરોધી જોગવાઈઓ દૂર કરવી.
તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માગણીઓમાં 1. એસપીએલ રજા બાબતે નિર્ણય થવા બાબત.
2. તારીખ 27/4/2011 પહેલા ભરતી થયેલ શિક્ષકોની નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા બાબત.
3. 10 વર્ષના બોર્ડમાં ભરતી થયેલા શિક્ષકોને બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત.
4. એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના માધ્યમની સંખ્યા સુધારવા બાબત.
5. બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને 100 % છૂટા કરવા બાબત.
6. કોરોના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તારીખ 31/12/2020 પછીની મુદતમાં વધારો કરવા જેવી માંગણીઓ સાથે મોટી સંખ્યામાં એકત્ર મળી શિક્ષકોએ આવેદનપત્ર આપ્યુ હતું.