
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સેલંબા ખાતે વાળંદ સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી સેનાજી મહારાજની પુણ્ય તિથિ નિમિત્તે શોભાયાત્રા નીકળી;
વાળંદ સમાજ દ્વારા અગિયારસ ની રાત્રે ભજન કીર્તન સહિત ડાયરાનું પણ આયોજન કરાયુ;
સાગબારા તાલુકાના સેલંબા ખાતે વાળંદ સમાજ દ્વારા તેઓના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી સેનાજી મહારાજની પુણ્ય તિથિ નિમિતે સમગ્ર નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સાગબારા તાલુકાના સેલંબા ખાતે વાળંદ સમાજનો મોટો એવો વર્ગ વસવાટ કરે છે ત્યારે તેઓના આરાધ્ય દેવ એવા સંત શિરોમણી શ્રી સેનાજી મહારાજની પુણ્ય તિથિ નિમિતે સમગ્ર વાળંદ સમાજના લોકો દ્વારા સમગ્ર સેલંબા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાળંદ સમાજના આગેવાનો, વડીલો, યુવાવર્ગ સહિત બાળકો અને મહિલાઓ પણ જોડાઇ હતી. સેલંબા ખાતે આવેલા અંબાજી માતાના મંદિરેથી શોભાયાત્રા નીકળી સમગ્ર નગરમાં ફેરવવામાં આવી હતી, બાદમાં શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
અગિયારસ ના દિવસે સાંજે સંત શિરોમણી શ્રી સેનાજી મહારાજના ફોટા સહિત કળશનું સ્થાપન કરવામાં આવે છે ને રાત્રે ભજન કીર્તન સહિત ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે જેનું અહીં યુવા પાંખ દ્વારા ખુબજ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજા દિવસે સમગ્ર નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, શોભાયાત્રા દરમ્યાન શ્રી નાભિક સમાજ સેલંબા ની યુવા પાંખ એવી શ્રી સેનાએ યુવા ગ્રુપ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.