
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
તંત્ર દ્વારા જલાલપોર તાલુકામાં “કોવિડ કેર સેન્ટર” શરૂ કરવા અંગે વિવિધ ગામોની લીધેલ મુલાકાત:
નવસારી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખે જલાલપોર તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગે વિવિધ ગામોની મુલાકાત લીધી:
નવસારી:- કોરોના સંક્રમિત લોકોને પોતાના ગામમાં જ સારવાર મળી રહે તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતરીયાળ ગામડાઓમાં પણ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખે જલાલપોર તાલુકાના મહુવર, પરૂજણ, કરાંખટ અને દાંતીગામની મુલાકાત લઇ ગામના સરપંચશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓને મળી કઇ જગ્યાએ કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તો વધુ લોકોને સારવાર મેળવવામાં સરળતા રહે તેની જાત માહિતી મેળવી તેમની સાથેના અધિકારીઓને સંબંધિત કામગીરી અંગે સુચના આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે ત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખે જલાલપોર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓની પણ જાણકારી મેળવી હતી.
શ્રી આર.આઇ.શેખે ગામના સરપંચશ્રીઓને જણાવ્યું હતું કે, ગામમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે સામાન્ય લક્ષણો જણાતા હોય તેવા તમામ લોકોને ઘરમાં નહીં પરંતું આ કોવિડ કેર સેન્ટરોમાં સારવાર લેવા મોકલીએ. તેમણે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવનાર વ્યક્તિને વધુ સારવારની જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ મારફત રિફર કરવામાં આવશે.