
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નેત્રંગ વિદ્યાદીપ આશ્રમના છાત્રો માટે 500 લિટરની પાણીની ટાંકીની ભેટ અપાઈ;
આશ્રમ શાળામાં સોલાર વોટર હીટર અને 500 લીટર પાણીની ટાંકી બે નંગ દાન આપી ને કિરીટ શાંતિલાલ ભક્તાએ નેત્રંગ ટાઉનમાં આવેલી વિદ્યાદીપ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર માનવતા મહેકાવી;
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારના અને હાલ યુ.એસ.માં વસવાટ કરતા કિરીટ શાંતિલાલ ભક્તાએ નેત્રંગ ટાઉનમાં આવેલી વિદ્યાદીપ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાણી માટે તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું હતુ. તમેને આ બાબતની જાણ થતાં તરત મદદ કરી નેત્રંગની આશ્રમ શાળામાં સોલાર વોટર હીટર અને 500 લીટર પાણીની ટાંકી બે નંગ વિદ્યાદીપ આશ્રમ શાળા નેત્રંગને આપી હતી.
આ ઉમદા દાન બદલ સેવા સંકલ્પ ગ્રુપ નેત્રંગ તરફથી કિરીટ શાંતિલાલ ભક્તાનો વિદ્યાદીપ આશ્રમ શાળા નેત્રંગ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.