
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
તાલુકા મથક માંગરોળ ખાતે આજથી એકમાસ અગાઉ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું, ત્યારે કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે ગામનાં સરપંચ નિકેશકુમાર વસાવા તેમજ ગામનાં આગેવાનો અને નવયુવાનોએ ભારે મહેનતની સાથે કોરોનાના વધુ કેસો ન બને એ માટે યોગ્ય તકેદારી રાખી હતી.
જેમાં ગ્રામપંચાયતને ગામના વેપારીઓએ સ્વૈચ્છિક પંદર દિવસ સુધી બજારો બંધ રાખ્યા હતા, જ્યારે
નવયુવાનોની ટીમો બનાવી ફળીયા પ્રમાણે દરરોજ ઘરે ઘરે જઈ ઓક્સીમીટર વડે ઓક્સિજન લેવલ તથા થર્મલઘનથી ટેમ્પરેચર માપી આખી સીટ તૈયાર કરવામાં આવતી હતી, સાથે જ વિટામીનની દવાઓ,આયુર્વેદિક દવાઓ, માસ્ક, સેનેટાઇઝર, ઉકાળાના પેકેટો, નાસ લેવા માટેનાં નોઝર મશીનો,પીપી કીટ વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી હતી, જેને પગલે એક માસમાં કોરોનાંની મહામારી નિયંત્રણમાં આવી ગઈ હતી, સાથે જ સૌથી અગત્યનું ઓક્સિજન કે જેની અછત વર્તાઈ રહી હતી, ઓક્સિજનનો મોટો બોટલ ૧૨૦૦૦ અંને નાનો બોટલ ૭૫૦૦ રૂપિયાનો આવે છે, આ નાના-મોટા આશરે ૯૦ જેટલા બોટલ માંગરોળ તાલુકાનાં હથોડા ગામનાં મુસદ્દીક ઉર્ફે મુસા શેઠ આરફ હીદાયતે પોતાનાં ખર્ચે વસાવી સમગ્ર માંગરોળ તાલુકામાં જેને જરૂર હોય એમને વિના મૂલ્યે હાલમાં પણ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે, તેમજ ઓક્સિજન પણ પોતાનાં સ્વ ખર્ચેજ ભરાવે છે, સાથે જે કીટ આવે છે એ પણ વિના મૂલ્યે આપે છે, જેની કિંમત ૬૫૦ રૂપિયા થાય છે, સાથે સાથે મુસા શેઠે જણાવ્યું છે કે તાલુકામાં જેને પણ ઓક્સિજન બોટલની જરૂર હોય તો એમનો મોબાઈલ ૭૫૬૭૪૨૯૧૩૦ ઉપર સંપર્ક કરવું, જ્યારે માંગરોળ ગામમાં અન્ય દવા અને વસ્તુ માટે મૌલાના અબ્દુસમદ જસાત, ડો.પીર મતાઉદ્દીન ચિસ્તી, મુસ્તાક મુલતાની, મુસા શેઠ, ઇસ્માઇલ રાજા, બળવંતભાઈ પ્રજાપતિ (સદસ્ય,તાલુકા પંચાયત કામરેજ), મનીષ પટેલ તથા ગામનાં ઘણાં લોકોએ આ માટે સહકાર આપ્યો હતો, આ અંગેનું સંચાલન ઝુંબેર હાસીમ બોબત સહિતની નવયુવાનોની ટીમ કરી હાલમાં પણ કરી રહી છે.