
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી, બ્યુરો ચીફ સુરત, નલિન ચૌધરી
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકલ બજાર અને મોસાલી ચાર રસ્તા ખાતે દુકાનદારો તેમજ રાહદારીઓને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું, હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઇ સમિતિના કાર્યકરોએ રાહદારીઓ અને દુકાનદારો વાહનચાલકોને માસ્ક વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો, જેના ભાગરૂપે વાંકલ ગામે તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો રમણલાલ ચૌધરી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રીઓ પ્રકાશ ગામીત, બાબુભાઈ ચૌધરી, સાહબુદીન મલેક, રૂપસિંગ ગામીત, સુરેશભાઈ વસાવા સહિતના આગેવાનોએ વાંકલ બજારમાં જતા આવતા રાહદારીઓ વાહનચાલકો દુકાનદારોને માસ્ક નુ વિતરણ કર્યું હતું અને સાથે મોસાલી ચાર રસ્તા ખાતે પણ કોંગ્રેસના કાર્યકરોએ માસ્કનું વિતરણ કર્યું હતું, તેમજ લોકોને કોરોના વાઇરસની મહામારીમાં તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.