
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાએ ન જતા ૬ થી ૧૮ વર્ષના બાળકોનો સર્વે યોજાશે: જાગૃત્ત નાગરિકોને સર્વેમાં સહભાગી થવા અપીલ:
વ્યારા: તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન-૨૦૨૨-૨૩ અંતર્ગત શાળાએ ન જતા તેમજ અધવચ્ચેથી શાળા છોડેલ બાળકો માટે તા.૧૦ થી ૩૦ જૂન દરમિયાન સર્વે યોજાશે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ અને રેલ્વે સ્ટેશન, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બાળકો મળી આવે તો ગામ કે શહેરની નજીકની સરકારી પ્રાથમિક શાળા, તાલુકાના CRC/BRC ભવન અથવા સમગ્ર શિક્ષા અભિયાન જિલ્લા કચેરી-તાપીના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૧૩૦ ઉપર સંપર્ક કરવો , જેથી શાળા શિક્ષણથી વંચિત રહેલ શાળા બહારના બાળકોને શિક્ષણના નિરંતર પ્રવાહમાં સાંકળી શકાય. જાગૃત્ત નાગરિકોને શિક્ષણથી વંચિત બાળકોની જાણકારી આપી આ સર્વેમાં સહભાગી બનવા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-તાપીની યાદીમાં જણાવાયુ છે.