
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નેત્રંગ- ડેડીયાપાડા હાઈવે પર ટ્રક ડ્રાઈવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપી પાડી, અનેક ભેદ ખુલવાની સંભાવનાઓ …
નેત્રંગ- ડેડીયાપડા હાઇ વે પર ટ્રક ડ્રાઇવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ છે. એલ.સી.બી.નર્મદા પોલીસે સફળ ઓપરેશનકર્યું હતું.
ડેડીયાપાડા વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરને મારપીટ કરીને લૂંટી લીધેલ, જે અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ. જે ગુનાની તપાસ માટે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સતત વોચ તેમજ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તજવીજ કરતા
અંગત બાતમીદાર દ્વારા માહીતી મળેલ કે એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર 4+4 ગાડી નંબર MP-09-HA-6145 નેત્રંગ નજીક બોરખાડી બસ સ્ટેન્ડ પાસે મેઇન રોડ ઉપર જોવા મળેલ હોવાની હકીકત આધારે નેત્રંગ- ડેડીયાપડા રોડ પર એલ.સી.બી. ટીમ દ્વારા ચેક કરતા બાતમીવાળી ગાડીને રોકી ગાડીમાં બેસેલ (૧) હમીદ અજમેરી શેખ રહે.દેવાસ MP (૨) દેવીલાલ રમેશચંદ્ર જાદવ (3) મુકેશ ખુશીલાલ જાટવ (બન્ને રહે. મકસી MP)ને પકડી આ આરોપીઓને પુછપરછ કરતા તેઓએ ડેડીયાપાડા ખાતે ટેમ્બાપાડા ખાતે એક ટ્રકને રોકીને લૂંટ કરેલ હોવાની કબુલાત કરી હતી, અને લુંટમાં ગયેલ મુદામાલ રોકડા ૩.૨૪,૯૦૦/- આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. અને આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઇવરને આરોપીઓની ઓળખ કરાવવામાં આવી ત્યારે ફરીયાદીએ પણ આ આરોપીઓને ઓળખી બતાવેલ. જેથી આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ તથા લૂંટના ગુનાના કામે વપરાયેલ એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર 4+4 ગાડી નંબર MP-09 HA-6145 તથા પ્લાસ્ટીકના બે કારબા આશરે ૩૫ લિટરના તથા એક પ્લાસ્ટિકની પાઇપ તથા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૪૯૦૦/- તથા એક કાળા કલરનો એન્ડ્રોઇડ વીવો કંપનીનો મોબાઇલ તથા બે સાદા કીપેડ વાળા મોબાઇલ ફોન ગુનાના કામે કબજે કરી અનડીટેક્ટ લૂંટ ડીટેક્ટ કરી આરોપીઓ તથા મુદ્દામાલ ડેડીયાપાડાને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.