
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગુજરાત પ્રદેશ ભાજપાના યુવા મોર્ચાના પ્રમુખ તાપી જિલ્લાની મુલાકાતે, “સેવા હી સંઘઠન”ના સુત્ર સાથે કોરોના કાળ દરમ્યાન રક્તદાન તેમજ વૃક્ષારોપણનાં કાર્યને વિરદાવ્યુ:
વ્યારા: ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ર્ડા. પ્રશાંતભાઈ કોરાટ આજે તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વ્યારા નગરના ટાઉન હોલ ખાતે સૌ નવ નિયુક્ત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથેની પરિચય બેઠકમાં યુવા મોર્ચાના કાર્યકર્તાઓનાં “સેવા હી સંઘઠન”ના સુત્ર સાથે જે કોરોના કાળ દરમ્યાન રક્તદાન સાથે વૃક્ષારોપણનાં ભગીરથી કાર્યને વિરદાવી જિલ્લાના તમામ લોકોને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવાના કાર્ય માટે હાકલ કરી હતી.
આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ સૌ યુવા કાર્યકર્તાઓને એક જૂથ થઇ તાપી જિલ્લાની તમામ બેઠક કબ્જે કરવા માટેના આજ થીજ કામે લાગી જવાનું આહવાન કર્યું હતું. આ પરિચય બેઠકમાં તાપી જિલ્લા સંગઠન પ્રભારી અશોક ધોરાજીયા, તાપી જિલ્લા સંગઠન પ્રમુખ જયરામ ગામીત તાપી જિલ્લા મહામંત્રી વિકમ તરસાડીયા, મહામંત્રી પકજ ચૌધરી તેમજ પ્રદેશ યુવા મોર્ચાના મંત્રી સૂરજ દેસાઈ, તાપી જિલ્લા યુવા મોર્ચાના પ્રમુખ વિરલ કોંકણી હાજર રહી તમામ યુવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતું.