
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા યુવક-યુવતીઓ માટે યુવક નેતૃત્વ તાલીમ શિબિર તથા યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવાની તક:
વ્યારા, તાપી: કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તાપી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષ ની વયમર્યાદા ધરાવતા યુવક યુવતિઓ માં નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, રાષ્ટ્રીય એકતા, સામાજીક દુષણો સામે જેહાદ, પંચાયત માળખાનો ખ્યાલ તેમજ યુવક યુવતિઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અગેં તજજ્ઞો દ્વારા સમજ તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુથી નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવાનું થતુ હોય આ શિબિર માટે અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ ૨૮/૧૨/૨૦૨૧ સાંજે ૫ કલાક સુધીમાં રમતગમત કચેરી C/O જિલ્લા યુવા વિકસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપીને મોકલી આપવાના રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વ્યારા-તાપી ની અખબારી યાદીમાં જણાવાયું છે.