
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
સુબિર તાલુકાના ચીખલી ગામના GRD જવાન ને કરજડા નર્સરી નજીક નડ્યો અકસ્માત:
સુબિર તાલુકાના સાબરના પાણી અને કરજડા નર્સરી વચ્ચે ટ્રકના પાછળના ભાગે બાઇક ચાલક દ્વારા ભટકાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. વિગત મળતી માહિતી મુજબ લવચાલી નજીક આવેલ ગામ ચીખલીના સંજયભાઈ સોન્યાભાઈ ચોર્યાને અકસ્માત નડ્યો હતો આ ઘટનાની જાણ સુબિર પોલિસને થતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક ચાલક નોકરી માટે સુબિર જતા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો જેમાં મળતી માહિતી મુજબ ટ્રક ચાલકની ભૂલના કારણે એક બાઇક ચાલકનો ભોગ લીધો હતો જ્યારે આ ઘટનાથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
વિગત મુજબ ટ્રક નંબર GJ16W3399 જેઓ પુર ઝડપે હંકારી રહ્યા હતા તે દરમિયાન ટ્રક ને અચાનક બ્રેક મારતા પાછળના ભાગે ભટકાતાં મોત નીપજ્યું હોવાની માહિતી મળી હતી.