
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર: દિનકર બંગાળ
ડાંગના મૃતક વ્યક્તિઓના અસ્થિ વિનામૂલ્યે હરિદ્વાર સ્થિત ગંગાજીમાં પધરાવવાનુ માનવતાવાદી કાર્ય હાથ ધરતું ‘જનસેવા’ ગ્રુપ
વઘઈ: ડાંગ જિલ્લાના નિરાધાર વ્યક્તિઓ સહિત આહવા નગરના મૃતક વ્યક્તિઓના અસ્થિને, પવિત્ર ગંગાજીમા વિસર્જિત કરી, તેમના આત્માની શાંતિ માટે હરિદ્વાર ખાતે પૂજાવિધિ કરવાનું પુણ્યકાર્ય આહવાનું ‘જનસેવા’ ગ્રૂપ કરી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ આહવાના ‘જનસેવા’ ગ્રુપે તેનુ સામાજિક દાયિત્વ નિભાવતા જિલ્લાના ૬ નિરાધાર મૃતકો સહિત, આહવા નગરના ૧૭ વડીલ મૃતકોના અસ્થિફુલ પૂજાવિધિ સાથે મોક્ષાર્થે હરિદ્વારના ગંગાજીમાં વિસર્જિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, જનસેવા ગ્રૂપના સ્વયંસેવકો ‘કોરોના કાળ’ માં પણ ખૂબ જ સંવેદના સાથે અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થયા હતા. જ્યારે નિરાધાર અને વડીલતુલ્ય મૃતકોના અસ્થિફુલ ને ગંગાજીમાં વિસર્જિત કરી, છેલ્લા બે વર્ષથી વધુ એક માનવતાવાદી કાર્યને આગળ વધારી રહ્યા છે.