
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે “ડાંગરની વૈજ્ઞાનિક ખેતી” વિષય ઉપર ઓનલાઈન વેબીનાર યોજાયો:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે કેવિકે, વ્યારા અને સ્પર્શ ફાઉન્ડેશન, સોનગઢના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦, જૂન ૨૦૨૧ના રોજ “ડાંગરની વૈજ્ઞાનિક ખેતી” વિષય ઉપર ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર વેબીનારમાં તાપી જીલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સદર વેબીનારમાં અદયક્ષ સ્થાને ઉપસ્થિત માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીના ડો. સી. કે. ટીંબડીયાએ કોરોના મહામારીમાં કેવિકે-વ્યારા દ્વારા આજના વેબીનારની સરાહનીય કામગીરી બિરદાવી હતી અને પોતાના ડાંગરની ખેતી સાથેના અનુભવો વાગોળ્યા હતાં. ડો. ટીંબડીયાએ તાપી જીલ્લાના ખેડૂતોને ડાંગરની “શ્રી પધ્ધતિ” વડે થતી ખેતી વિષે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડાંગરના પાકમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરેલી ભલામણ મુજબ જ ખતરનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિત કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. સી ડી. પંડયાએ બધાને આવકારી સદર કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે તાપી જીલ્લામાં વિસ્તાર અને જરૂરિયાત આધારિત ડાંગરની નવી જાતોનો ઉપયોગ કરવા હાંકલ કરી હતી. વધુમાં તેઓએ ખેતી લક્ષી મુઝવણો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
કૈવિકેના પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. કે, એન, રણાએ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી વિગતવાર સમજાવતા તેમાં ખાતર અને દવાનો પ્રમાણસર ઉપયોગ કરવા સમજાવ્યું હતું. વધુમાં ડાંગરમાં આવતી રોગજીવાતો અને તેનું નિયંત્રણ પાવરપોઈંટ પ્રેઝન્ટેસન દ્વારા વિસ્તારપૂર્વક વર્ણવ્યું હતું..
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણ) એ કરી હતી. કાર્યકરમના અંતે સ્પર્શ ફાઉન્ડેશન સોનગઢના કો-ઓર્ડિનેટોર શ્રી જીતેન્દ્ર પાલએ આભારવિધિ કરી હતી.