
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતમા બારીપાડા ખાતે રસ્તાના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો:
બારીપાડા માનમોડી સુરગાણા રોડ ચે. ૦/૦ થી ૧૫/૧ જે કુલ રૂપિયા ૮.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ કરાયું ખાતમુહૂર્ત:
દિનકર બંગાળ, વઘઈ : ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ બારીપાડા ગામ ખાતે, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ રૂપિયા ૮.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા બારીપાડા માનમોડી સુરગાણા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું હતું.
વઘઇ તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માગણીને ધ્યાને લઈ વઘઇ તાલુકાના છેવાડા સુધીના મહત્વના રસ્તાનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ ચે. ૦/૦ થી ૧૫/૧ કિ.મી જે કુલ ૮.૫૦ કરોડના ખર્ચે ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસરર્ફેસીંગ બારીપાડા માનમોડી સુરગાણા રોડનું વિધાનસભા નાયબ દંડક શ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, માજી જિલ્લા પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, શ્રી હરિરામ સાંવત, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા સહિતના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.